મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી
ગાંધીનગર, 30 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપતા જણાવ્યું કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે.વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તાજેતરમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસના કામો માટે 2111 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને 34.40 કરોડ ફાળવ્યા છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર પણ ભાર અપાયો
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના સહિત દેશના 100 મોટા શહેરોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ સાથે મળીને વોટર સપ્લાય, સુએઝ ટ્રીટમેન્ટ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર પણ ભાર અપાયો છે.ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોંકળામાં કાપ, માટી, ઝાડી-ઝાંખરા કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા હતી. તેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું. આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકાએ 9 કિમી જેટલા લાંબા કાળવા વોંકળાનું PPP મોડલ પર ડીસિલ્ટિંગ કરીને આ સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કર્યો છે.
શહેરને 25 ઇ-બસ ફાળવવામાં આવશે
કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યુ કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે.શહેરના જોશીપુરા વિસ્તારના વેપારીઓના કોમર્શિયલ કોમ્પલેક્ષને લગતા પ્રશ્નનું પણ નિવારણ આવ્યું છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને 25 ઇ-બસ ફાળવવામાં આવશે.
આ પણ વાંચોઃભૂગર્ભ જળ ઊંચા લાવવા 10 હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે