- મંદિરો-ધાર્મિક સ્થળોએ સફાઇ કાર્યક્રમ સતત 9 દિવસ સુધી યોજવામાં આવશે
- સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે અભિયાન હાથ ધરવા દેશવાસીઓને અપીલ
- CM સાથે ભાજપના સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા છે
ગુજરાતના અનેક ધાર્મિક સ્થળે પણ સફાઇ અભિયાન કાર્યક્રમની શરૂઆત થઇ છે. જેમાં 400થી વધુ ધાર્મિક સ્થાનોની સફાઈ હાથ ધરવામાં આવશે. જેમાં આજથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વએ સવારે 9.30 વાગે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં યોજનારા સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. જેમાં ભાજપના સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા છે. તે સાથે રાજ્યના અનેક ધાર્મિક સ્થળે પણ સફાઇ અભિયાન કાર્યક્રમની શરૂઆત થઇ છે.
આ પણ વાંચો: કબુતરબાજી કેસમાં ગુજરાત, દિલ્હી સહિતના એજન્ટોના નામ ખુલ્યા
સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે અભિયાન હાથ ધરવા દેશવાસીઓને અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંદર્ભે દેશભરના તમામ ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે અભિયાન હાથ ધરવા દેશવાસીઓને અપીલ કરી છે. જેમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સ્વચ્છતા અભિયાન શરૂ થયુ છે. તેમાં રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થાનો પર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આજથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે. જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા તમામ નાના-મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવાનું જન અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આતંકી હુમલો થવાનો મેસેજ વાયરલ કરનારો પકડાયો
મંદિરો-ધાર્મિક સ્થળોએ સફાઇ કાર્યક્રમ સતત 9 દિવસ સુધી યોજવામાં આવશે
ગુજરાતે પ્રતિસાદ આપતા રાજ્યના સંખ્યાબંધ વિખ્યાત ધાર્મિક સ્થળો, તીર્થધામો જેમાં મોટાપાયે ભક્તો દર્શન કરવા ઉમટતા હોય છે ત્યાંથી લઇને ઓછા જાણીતા હોય તેવા મંદિરો-ધાર્મિક સ્થળોએ સફાઇ કાર્યક્રમ સતત 9 દિવસ સુધી યોજવામાં આવશે. જેમાં નાગરિકોને પણ સામેલ કરવામાં આવશે. તે સાથે સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ પણ વિવિધ સ્થળે અભિયાનમાં ભાગ લેશે.