CM ભૂપેન્દ્ર પટેલએ કરી રક્ષાબંધનની ઉજવણી,મહિલા પોલીસ અધિકારીઓએ બાંધી રાખડી
CM ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં બહેનોએ રાખડી બાંધી
આજે ગુજરાત સહીત દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતનાઓએ ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે રક્ષાબંધન નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલના મહિલા પોલીસ અધિકીરી, મહિલા નેતાઓએ રાખડી બાંધી હતી.
CM નિવાસસ્થાને કરી રક્ષાબંધનની ઉજવણી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી છે. ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મહિલા પોલીસ અધિકારી અને મહિલા નેતાઓએએ રાખડી બાંધી હતી. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ CMને રાખડી બાંધી હતી તો મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકા સરવડાએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી.
325 ફૂટ લાંબી રાખડી CMને ભેટ આપી
સાધના વિનય મંદીર શાળા અમદાવાદ દ્વારા G20, ચંદ્રયાન-3 ની થીમ પર બનાવાયેલ 325 ફૂટ લાંબી રાખડી CMને ભેટ આપી હતી. આ સાથે મહિલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવામાં આવી હતી.
આ પણ વાંચો : PM મોદીએ દિલ્હીમાં શાળાની છોકરીઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો