અરવલ્લીના મોડાસામાં 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો. જ્યાં તેઓ ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. તો હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ. ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરાયા હતા.
Live: 76મા સ્વાતંત્ર્ય પર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ. #સ્વતંત્રતાદિવસ https://t.co/ZQ3czkOQMt
— CMO Gujarat (@CMOGuj) August 15, 2022
ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે: CM
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં તમામ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ કહ્યું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં આજે આગળ વધી રહ્યું છે. 4.5 લાખ લોકોને ડિજિટલ હેલ્થકાર્ડ અપાયા છે. ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં 16 ગણો વધારો કરાયો છે. આજે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાયો. પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની ગતિ વધી છે. છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ થયું છે જયારે ગુજરાત પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર બની રહ્યું છે.