ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવર્લ્ડ

CM ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે જાપાન પહોંચ્યા, એરપોર્ટ કરાયું ઉષ્માભેર સ્વાગત

  •  ટોચના પ્રતિનિધિમંડળ સાથે સીએમ 7 દિવસ વિદેશમાં રહેશે
  • જાપાનમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે વન ટૂ વન બેઠક કરશે
  • સીએમ એ વાયબ્રન્ટ સમિટમાં જાપાનને નિમંત્રણ આપ્યું

ટોક્યો (જાપાન), 26 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે જાપાનના ટોક્યો પહોંચ્યા છે. નરિતા એરપોર્ટ પર એમ્બેસેડર સીબી જ્યોર્જ મુખ્યમંત્રીને લેવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમણે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જાપાનમાં સ્થાયી ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 અંતર્ગત ટોચના પ્રતિનિધિમંડળ સાથે સીએમ 7 દિવસ વિદેશમાં રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સિંગાપોરના પ્રવાસે પણ જશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટમાં જાપાનને નિમંત્રણ આપ્યું આ સાથે તેમણે ભેટ પણ આપી હતી. આ હાઈ લેવલ ડેલીગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાનમાં વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો કરશે. આ દરમિયાન રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે.

 

સીએમ જાપાન1-HDNews

આ પહેલા શનિવારે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન અને પૂજા કર્યા બાદ તેઓ શનિવારે સાંજે મુંબઈથી જાપાન જવા રવાના થયા હતા. જાન્યુઆરી 2024માં ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થવાનું છે. જેના ભાગરૂપે મોટા શહેરોમાં રોડ શો અને ફંક્શનનું આયોજન કરીને રોકાણકારોમાં એક અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત મુખ્યમંત્રી બીજી ડિસેમ્બર સુધી જાપાન અને સિંગાપોરની મુલાકાતે રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે, જાણો સમગ્ર કાર્યક્રમ

Back to top button