અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલનો ગાંધીનગર-અમદાવાદનો નૂતનવર્ષની શુભેચ્છાઓ માટેનો કાર્યક્રમ જાહેર

ગાંધીનગર, 19 ઓક્ટોબર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮રના પ્રારંભ દિવસે તારીખ ૨૨ ઓક્ટોબર, બુધવારે  નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે. તેઓ બુધવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. બાદમાં તેઓ ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮:૦૦ કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી ત્યાર બાદ ૮.૫૦ કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.

CM ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા  માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.

Back to top button