ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM બસવરાજ બોમાઈએ ઉમેદવારી પત્ર ભર્યું, કરોડોની સંપત્તિની વિગતો આપી

Text To Speech

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ શિગગાંવ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વધુમાં વધુ મત મેળવીને ફરી જીતશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે અને પરિણામ 13મેના રોજ આવશે.

બોમાઈની સાથે જાહેર બાંધકામ મંત્રી સી.સી. પાટીલ, હાવેરી-ગડગના સાંસદ શિવકુમાર ઉદાસી અને મુખ્યમંત્રીના પુત્ર ભરત બોમાઈ સહિત અન્ય લોકો તેમના ઉમેદવારી પત્રો ભરતા હતા. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ તેમના ચૂંટણી એફિડેવિટમાં 49.70 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. સોગંદનામામાં આપવામાં આવેલી રોકાણની વિગતો દર્શાવે છે કે મુખ્યમંત્રી પાસે રૂ. 5.98 કરોડની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમને હિંદુ અવિભાજિત પરિવાર પાસેથી મળેલી સંપત્તિ તરીકે રૂ. 1.57 કરોડ મળ્યા છે.

5.79 કરોડની જવાબદારી મુખ્યમંત્રી પર

બસવરાજની પત્ની ચન્નમ્માએ રૂ. 1.14 કરોડ અને પુત્રી અદિતિએ રૂ. 1.12 કરોડનું રોકાણ કર્યું છે. તેમનો પુત્ર ભરત બોમાઈ તેમના પિતા પર નિર્ભર નથી, તેથી તેમના રોકાણની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે બસવરાજ બોમાઈએ તેમના પુત્ર ભરતને 14.74 લાખ રૂપિયા આપ્યા છે. મુખ્યમંત્રી પાસે રૂ. 42.15 કરોડની સ્થાવર સંપત્તિ છે, જેમાં હિંદુ અવિભાજિત પરિવારના રૂ. 19.2 કરોડનો સમાવેશ થાય છે. બોમાઈ પર પણ રૂ. 5.79 કરોડની જવાબદારી છે.

બોમાઈ અને તેના આશ્રિતોની માલિકીની કુલ સંપત્તિ કેટલી?

સોગંદનામા મુજબ, મુખ્યમંત્રી બોમાઈએ મુખ્યમંત્રી પદ સંભાળતા 26 માર્ચ 2022ના રોજ ધારવાડના હુબલી તાલુકાના તરીહાલા ગામમાં લગભગ ત્રણ એકર જમીન ખરીદી હતી. બોમ્માઈ અને તેમના આશ્રિતો પાસે 52.12 કરોડ રૂપિયાની સંપત્તિ છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા પરિવારના નેતા સ્વર્ગસ્થ એસઆર બોમાઈના પુત્ર બસવરાજ બોમાઈ 2008થી શિગગાંવથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા મુખ્યમંત્રી શિગગાંવના દેવી મંદિરમાં ગયા હતા.

Back to top button