દિલ્હીમાં આપ સરકારને મળ્યા પહેલા સારા સમાચાર, સીએમ આતિશીએ જીતી ચૂંટણી
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025 : ભારતીય જનતા પાર્ટી સાથેની નજીકની સ્પર્ધા વચ્ચે, દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે. આપ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ, ત્યારબાદ CM આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી. કોંગ્રેસે આ બેઠક પર અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાલકાજી બેઠક પરથી ફરી જીત મેળવનાર આમ આદમી પાર્ટીના આતિશીએ ચાર મહિના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે, તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.
અત્યાર સુધીના ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાલકાજી બેઠક પરથી ભાજપના રમેશ બિધુરી 11મા રાઉન્ડ પછી 2736 મતોથી પાછળ હતા. અહીં મુખ્યમંત્રી આતિશીએ આગેવાની લીધી છે. સીએમ આતિશીએ રમેશ બિધુરીને હરાવીને જીત મેળવી. વિજય નોંધાવ્યા પછી, આતિશી Wining Certificates લેવા માટે પહોંચી ગયા છે.
આ પણ વાંચો : મહાકુંભ ૨૦૨૫માં ‘શ્રી સ્વામિનારાયણ ભાષ્ય’નું ભવ્ય સ્વાગત