ચૂંટણી લડવા અમારે 40 લાખ જોઈએ છે, 100થી લઈ 1000 રુપિયા આપી શકશો: દિલ્હીના CM આતિશીએ લોકો પાસે મદદ માગી
નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2025: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ વિધાનસભા ચૂંટણી લડવા માટે લોકો પાસે મદદ માગી છે. તેમણે કહ્યું કે, અમારે ચૂંટણી લડવા માટે ક્રાઉડ ફંડિંગની જરુર છે. મને ચૂંટણી લડવા માટે 40 લાખ રુપિયાની જરુર છે. તેમનું કહેવું છે કે લોકો અમને 100થી લઈને 1000 રુપિયા સુધીની મદદ કરી શકશે. જે અમે ચૂંટણી લડવામાં મદદ કરશે.
આતિશીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, દિલ્હીના લોકોએ આપને સમર્થન કર્યું છે. અમને ચૂંટણી લડવા માટે ફંડ આપ્યું છે. લોકોની નાની નાની મદદથી અમે ચૂંટણી લડ્યા અને જીતવામાં મદદ મળી છે. દિલ્હીના સૌથી ગરીબ લોકોએ અમને 10થી 100 રુપિયા સુધીની સૌથી નાની રકમ આપીને મદદ કરી છે. અમને આખા દેશના લોકોએ દાન કર્યું છે.
તેમણે એવું પણ કહ્યું કે, આપની ઈમાનદાર રાજનીતિ સકારાત્મક હતી કે અમે કોર્પોરેટ્સ અથવા પૂંજીવાદીઓ પાસેથી પૈસા નથી માગ્યા. સૌથી મોટી સમસ્યા એ છે કે ઉમેદવાર અને પાર્ટી મોટા દિગ્ગજો પાસેથી ફંડ લે છે અને પછી તેમના કામ કરે છે અને કોન્ટ્રાક્ટ તરીકે ચુકવણી કરે છે. કેજરીવાલ સરકારે સામાન્ય લોકો માટે કામ કર્યુ, કારણ કે તેઓ અમને લડવામાં મદદ કરે છે. જો અમે દિગ્ગજો પાસેથી પૈસા લીધા હોત તો અમે મફત પાણી, વીજળી, મોહલ્લા ક્લિનિક અને શિક્ષણ આપી શક્યા હોત નહીં.
5 ફેબ્રુઆરી થશે મતદાન
70 વિધાનસભા સીટો પર એક તબક્કામાં 5 ફેબ્રુઆરી મતદાન થશે. જ્યારે 8 ફેબ્રુઆરીએ તેના પરિણામ આવશે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ 2015 અને 2020ની ચૂંટણીમાં ક્રમશ: 67 અને 62 સીટો જીતીને રાજધાનીમાં હેટ્રિક બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ચૂંટણીમાં આ વખતે કૂલ 1.55 કરોડથી વધારે મતદારો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 83,49,645 અને મહિલા વોટર્સની સંખ્યા 71,73,952 છે. તો વળી થર્ડ જેન્ડરની સંખ્યા 1261 છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારંભમાં જશે વિદેશ મંત્રી જયશંકર, ભારત સરકારનું કરશે પ્રતિનિધિત્વ