નીતિશ કુમારના યુ-ટર્ન પર CM કેજરીવાલનું પહેલુ નિવેદન, ‘ખોટું કર્યું, પણ…’
દિલ્હી, 29 જાન્યુઆરી 2024: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના યુ-ટર્ન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આનાથી બીજેપીના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને જ નુકસાન થશે. તેમણે કહ્યું, “મને લાગે છે કે નીતીશ કુમારે જવું જોઈતું ન હતું.”
#WATCH | On Nitish Kumar joining NDA, Delhi CM Arvind Kejriwal says, "I think Nitish Kumar should not have gone there. He didn't do the right thing. It is not right for democracy. I think this will harm the NDA in Bihar, and the INDIA alliance will benefit from it…" pic.twitter.com/NWtZDvRtnV
— ANI (@ANI) January 29, 2024
CM કેજરીવાલે કહ્યું-“…નીતીશ કુમારે ખોટું કર્યું છે.” લોકશાહીમાં આ વર્તન યોગ્ય નથી, પરંતુ મારી સમજ મુજબ, તેનાથી NDAને મોટું નુકસાન થશે. I.N.D.I.Aને ફાયદો થશે. આવતીકાલે કદાચ I.N.D.I.A ગઠબંધનની પ્રથમ જીતના સમાચાર ચંદીગઢથી આવશે.” આમ આદમી પાર્ટી વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધનમાં સામેલ છે.
નીતિશ કુમારને આંચકો !
નીતિશ કુમાર I.N.D.I.A ગઠબંધનને મોટો ઝટકો આપતા NDAમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા સમય બાદ, તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો અને 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
નીતીશકુમારને જનતા પાઠ ભણાવશે, બિહારના સીએમ પર ભડક્યા શરદ પવાર
આ સાથે બિહારમાં મહાગઠબંધનની સરકાર પડી ગઈ. નીતિશ કુમારને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ભારતના શિલ્પી માનવામાં આવતા હતા. હવે I.N.D.I.A ગઠબંધન કેટલું મજબૂત હશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસ અને અન્ય પક્ષોનું કહેવું છે કે નીતિશ કુમારના જવાથી I.N.D.I.Aનગઠબંધન પર કોઈ અસર નહીં થાય. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કિશનગંજમાં કહ્યું કે નીતિશના NDAમાં સામેલ થવાથી ‘ I.N.D.I.A’ ગઠબંધન પર કોઈ અસર નહીં થાય.