ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સીએમ અરવિંદ કેજરીવાલે EDના સમન્સનો આપ્યો જવાબ, જાણો શું કહ્યું

  • દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પુછપરછ માટે EDએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. ત્યારે કેજરીવાલ ફરી ED સમક્ષ હાજર નથી થયા અને પત્ર લખી સમન્સનો વળતો જવાબ આપ્યો છે.

દિલ્હી, 03 જાન્યુઆરી: આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે ત્રીજી વખત ED સમક્ષ હાજર થયા ન હતા. આ ઉપરાંત સીએમ કેજરીવાલે પણ EDના સમન્સનો જવાબ આપ્યો છે. EDને મોકલવામાં આવેલા જવાબમાં તેમણે કહ્યું છે કે દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું આમાં વ્યસ્ત છું. દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છું. પરંતુ, જો તમે પ્રશ્નોની સૂચિ મોકલશો તો હું તેનો જવાબ આપીશ.

EDને આપેલા જવાબમાં કેજરીવાલે બીજું શું કહ્યું?

  • મને નવાઈ લાગે છે કે તમે મારા દ્વારા ઉઠાવેલા વાંધાઓનો જવાબ ન આપ્યો અને અગાઉના સમન્સ જેવું જ સમન્સ ફરીથી મોકલ્યું.
  • હું માનું છું કે તમારી પાસે આ સમન્સ માટે કોઈ વાજબીપણું નથી.
  • EDનો વ્યવહાર મનમાનો અને અને બિન પારદર્શક છે.
  • પહેલાની જેમ હું ફરીથી કહું છું કે હું કાયદાનું સન્માન કરું છું અને તપાસમાં સહકાર આપવા તૈયાર છું.
  • તમારું મૌન નિહિત હિતોની પુષ્ટિ કરે છે.
  • હું આવા ઘણા કિસ્સાઓ જાણું છું જેમાં સમન્સ મેળવનાર વ્યક્તિ દ્વારા ખુલાસો માંગવા પર કર્યો હોય.
  • હું તમને ફરીથી મારા પ્રશ્નોના જવાબ આપવા માટે કહું છું જેથી કરીને હું આ તપાસના ઉદ્દેશ્ય વિસ્તારને યોગ્ય રીતે સમજી શકું.
  • જ્યારે પણ સમન્સ મુકવામાં આવે ત્યારે મારી જોડે પહોંચે એ પહેલાં મીડિયા સુધી પહોંચી જાય છે. તેના પરથી સવાલ ઊભો થાય છે કે શું સમન્સનો હેતુ તપાસ હાથ ધરવાનો છે કે મારી છબીને નુકસાન પહોંચાડવાનો છે.
  • દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોવાથી હું તેમાં વ્યસ્ત છું આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છું. પરંતુ, જો તમે પ્રશ્નોની સૂચિ મોકલશો તો હું તેનો જવાબ આપીશ.

ED સમન્સ પર દિલ્હી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શું કહ્યું?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર ન થવા પર દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું, “અરવિંદ કેજરીવાલે વારંવાર કહ્યું છે કે જો ED લીગલ નોટિસ મોકશે તો અમે તેમને સહકાર આપવા તૈયાર છીએ. પરંતુ જો બીજેપી વારંવાર ED તરફથી નોટિસ મોકલે છે, તો પછી અમે તેમને જવાબ આપવા માટે મજબૂર નથી.

આ પણ વાંચો: મહુઆ મોઈત્રાની લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની માંગ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Back to top button