આજે રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ, ગરમીથી રાહત મળવાની આગાહી
- હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને કરી આગાહી
- વિવિધ જિલ્લામાં તાપમાનમાં થશે ઘટાડો
- આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અને માવઠાની આગાહી કરવામા આવી છે. જેને પગલે હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં તો કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે તેવી આગાહી કરવામા આવી છે.
આજે રાજ્યભરમાં રહેશે વાદળછાયુ વાતાવરણ
રાજ્યમાં કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે આજે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ એટલે કે 26, 27 અને 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.
વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. કે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે.અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમદાવાદના તાપમાનની વાત કરવામા આવે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. આમ રાજ્યના વિવિધ જિલ્લામાં આજે તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકતરફ સતત ગરમીનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.
આ પણ વાંચો : રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો, વડોદરામાં કમોસમી વરસાદ વરસ્યો