ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું, વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા

Text To Speech
  • વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું
  • ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી
  • બે દિવસની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. જેમાં ગુજરાતના મોટાભાગના રાજ્યોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ત્યારે આગામી 28મી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું

રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. તેમજ અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ એટલે કે 26મી ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે. જ્યારે 27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે

27મી ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

Back to top button