અમદાવાદમાં મેઘો મહેરબાન, વિરામ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ


HD ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ અઠવાડીયાથી વરસાદે એક દમ વિરામ લઈ લીધો હતો ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી વાદળ છાયા વાર્તાવરણમાં મેઘરાજાએ પગલાં પાડ્યા છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
બફાટ વચ્ચે વરસાદ આવતાં શહેરમાં ઠંડક પ્રસરી:
ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડ બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો. ત્યાર બાદ હવામાન વિભાગે ગઈકાલે અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી હતી હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાર્તાવરણ થતાં ઠંડક પ્રસરી હતી, ત્યાર બાદ ધીમી ધારે વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી વરસાદ ન આવતાં શહેરમા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો જે આજે વરસાદ આવતાં શહેરમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગની આગાહી:
હવામાન વિભાગે આગામી દિવસોમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ અમદાવાદમાં પણ આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાત DGP વિકાસ સહાયના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં