ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં મેઘની ખેંચતાણ, જાણો સિઝનનો કેટલો વરસાદ નોંધાયો

Text To Speech
  • દહેગામમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો
  • અત્યાર સુધીમાં સિઝનનો 81.92 ટકા વરસાદ પડયો
  • 2022ના વર્ષે ચોમાસામાં સિઝનનો 96.9 ટકા વરસાદ નોંધાયો હતો

ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં મેઘની ખેંચતાણ છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં સિઝનનો 81.92% વરસાદ નોંધાયો છે. તેમજ જિલ્લામાં સૌથી વધુ દહેગામ તાલુકામાં સિઝનનો 101 ટકા વરસાદ નોંધાયો છે. મેઘરાજાની કલોલ તાલુકા પર પણ સારી મહેરબાની રહી છે. ત્યારે માણસા તાલુકામાં સૌથી ઓછો 57.75% વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી

દહેગામમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં વરસાદની ખેંચતાણ વચ્ચે દહેગામમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દહેગામમાં ગત વર્ષે પણ સિઝનનો 111 ટકા જેટલો વરસાદ પડયો હતો. જેમાં 100 ટકા વરસાદ તો 13 સપ્ટેમ્બર 2022 સુધી પડી ગયો હતો. ગાંધીનગર જિલ્લાની 777એમએમ વરસાદની એવરેજ સામે અત્યાર સુધીમાં સિઝનનો 81.92 ટકા વરસાદ પડયો છે. જ્યારે 2022માં 30 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં એવરેજ 725 એટલે કે 93.30 ટકા વરસાદ પડયો હતો.

આ પણ વાંચો: ગુજરાત: રેલવે અને બસની જેમ હવે એરપોર્ટની પણ મુસાફરી સલામત રહી નથી

2022ના વર્ષે ચોમાસામાં સિઝનનો 753એમએમ એટલે કે 96.9 ટકા વરસાદ નોંધાયો

ચોમાસાની સિઝનમાં ગાંધીનગરમાં એકાદ મહિના જેટલા સમય માટે વરસાદ ખેંચાયો હતો. સપ્ટેમ્બરમાં પણ વચ્ચે-વચ્ચે વરસાદી માહોલ જામ્યા બાદ અઠવાડિયા સુધી મેઘરાજા દર્શન દેતા ન હતા. ત્યારે ખેંચાયા વરસાદ વચ્ચે પણ દહેગામ તાલુકામાં 101.71 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કલોલમાં 97.76, ગાંધીનગર તાલુકામાં 68.75 જ્યારે માણસા તાલુકામાં સૌથી ઓછો 57.75 ટકા વરસાદ નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધી નોંધાયેલા વરસાદમાં જુન મહિનામાં 121એએમ સાથે 15.51 ટકા, જુલાઈમાં 285 એમએમ સાથે 36.84 ટકા જ્યારે ઓગસ્ટમાં માંડ 2.67 ટકા નોંધાયો છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 26.58 ટકા વરસાદ પડયો છે. 2022ના વર્ષે ચોમાસામાં સિઝનનો 753એમએમ એટલે કે 96.9 ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં ઓગસ્ટ સુધીમાં 84.42 ટકા વરસાદ હતો.

Back to top button