અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ચાર રાજ્યઃ વલણોમાં કાંટાની ટક્કર, ગુજરાત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ શું કહે છે?

અમદાવાદ, 3 ડિસેમ્બર 2023: દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ પહેલા એક્ઝિટપોલમાં ચારેય રાજ્યોમાં કાંટાની ટક્કર હોવાનું અનુમાન કરાયું હતું. ત્યારે તેલંગાણા અને છત્તીસગઢમાં કોંગ્રેસ જીતની નજીક દેખાઈ રહી છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર જોવા મળી છે. બપોરના 12 વાગ્યા સુધીમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કે આગામી સરકાર કોની બનશે. તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પાંચેય રાજ્યોમાં જીતને લઈને શું કહી રહ્યા છે. (જૂઓ એચડી ન્યૂઝનો એક્સક્લુઝિવ વીડિયો)

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં આજે મતગણતરીઃ પ્રજા શું પસંદ કરશે, પંજો કે કમળ?

ચારેય રાજ્યોમાં જનતાની સરકાર બનશેઃ કોંગ્રેસ
આ મતગણતરીને લઈને ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં જીતને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓએ તમામ રાજ્યોમાં સારી મહેનત કરી હતી અને પાંચેય રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ સૌથી સારૂ પ્રદર્શન કરીને જીત મેળવશે. જનતાએ જેના માટે મતદાન કર્યું છે. એવી મનભાવન સરકાર જનતાને મળશે.

આ પણ વાંચોઃતેલંગાણામાં આજે મતગણતરી: BRS ટકાવી રાખશે પોતાની સત્તા કે કોંગ્રેસ બાજી મારશે?

ચારેય રાજ્યોમાં ભાજપ પૂર્ણ બહુમત મેળવશેઃ ભાજપ
બીજી તરફ ભાજપના નેતા દેવેન વર્માએ કહ્યું હતું કે, પાંચેય રાજ્યોમાં વડાપ્રધાન મોદી તથા ભાજપના અગ્રણી નેતાઓએ પ્રજાની સાથે રહીને સારી મહેનત કરી છે. લોકોએ ભાજપને સમર્થન આપ્યું છે. બીજી બાજુ અમારો એક સરવે પણ કરવામાં આવ્યો હતો. જેથી હું એવું કહી શકું છું કે, પાંચેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે. ભાજપ રાજસ્થાનમાં બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપ પૂર્ણ બહુમત સાથે ફરીવાર સરકારમાં પરત ફરી રહી છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશઃ આજે મતદારો ભાજપને રિપિટ કરશે કે કોંગ્રેસનો હાથ પકડશે?

રાજકીય પક્ષોના દાવા કરતાં વલણો જુદા
હાલના વલણો જોતાં એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ તેલંગાણા અને છત્તીસગઢમાં સરકાર બનાવી રહી છે. જ્યારે રાજસ્થાનમાં આ વખતે પરંપરા જળવાઈ શકે છે. એટલે કે ભાજપની સરકાર બની શકે છે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં પણ ભાજપને બહુમત મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હાલમાં જીતના દાવા કરાઈ રહ્યાં છે પણ વલણો તેમની જીતના દાવા કરતાં ઘણાં અલગ દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં આજે મતગણતરી, સત્તાનું પરિવર્તન કે પુનરાવર્તન?

Back to top button