ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વાતાવરણમાં ફેરફારથી વધે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો

  • જ્યારે હવામાનમાં પરિવર્તન આવે છે ત્યારે વ્યક્તિ સીઝનલ ડિપ્રેશનનો શિકાર બને છે. આ બીમારીના કારણે લોકોને એક જ જગ્યા પર ધ્યાન લગાવવામાં પરેશાની, એનર્જીમાં કમી, ઉંઘ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે.

વાતાવરણમાં આવતા ફેરફારો આપણી લાઈફસ્ટાઈલ અને હેલ્થ પર પણ અસર પાડે છે. ઠંડી વધવાની અસર આપણી લાઈફસ્ટાઈલ પર દેખાય છે, પરંતુ ફક્ત તેની પર નહીં, આપણી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર પણ તેની અસર પડે છે. જ્યારે હવામાનમાં પરિવર્તન આવે છે ત્યારે વ્યક્તિ સીઝનલ ડિપ્રેશનનો કે સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરનો શિકાર બને છે. આ બીમારીના કારણે લોકોને એક જ જગ્યા પર ધ્યાન લગાવવામાં પરેશાની, એનર્જીમાં કમી, ઉંઘ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે હવામાનમાં પરિવર્તન આવે ત્યારે આરોગ્યની સાથે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આપણે આપણા ડાયટમાં જે ફુડ લઈએ છીએ, તેની સીધી અસર આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર પડે છે. તેથી આપણે આપણા ડાયટમાં એવા ફુડ્સ સામેલ કરવા જોઈએ, જેના કારણે આપણને સીઝનલ ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે.

વાતાવરણમાં ફેરફારથી વધી શકે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો hum dekhenge news

બેરીઝ

સ્ટ્રોબેરી, રાસબેરી અને બ્લુબેરી સીઝનલ ડિપ્રેશનથી બચાવે છે. જો તે ડાયટમાં સામેલ કરવામાં આવે તો હોર્મોન કોર્ટિસોલને રિલીઝ થવાથી કન્ટ્રોલ કરી શકાય છે, જે તમારું સ્ટ્રેસ લેવલ પણ ઘટાડશે.

વાતાવરણમાં ફેરફારથી વધી શકે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો hum dekhenge news

વિટામીન બી-12

શરીરમાં વિટામીન બી-12ની કમી હોય તો ડિપ્રેશન સાથે જોડાયેલી બીમારી થઈ શકે છે. જો તમે પણ સીઝનલ ડિપ્રેશનથી બચવા ઈચ્છતા હો તો તમે વિટામીન બી-12થી ભરપુર ફુડ્સનું સેવન કરો. આ માટે તમે પનીર, દુધ, દહીં, ઘી અને ફોર્ટિફાઈડ અનાજને ડાયટ લિસ્ટમાં સામેલ કરી શકો છો.

વાતાવરણમાં ફેરફારથી વધી શકે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો hum dekhenge news

ફોલિક એસિડ

ફોલિક એસિડથી ભરપુર ફુડ્સનું સેવન કરવાથી મેન્ટલ હેલ્થ પર પણ પ્રભાવ પડે છે. સીઝનલ ડિપ્રેશનથી બચવા માટે તમારે હાઈ ફોલિક એસિડ વાળા ફુડ્સનું સેવન કરવું જોઈએ. તમે દલિયા, પાંદડાવાળા શાકભાજી, સનફ્લાવર સીડ્સ, ફોર્ટિફાઈડ અનાજ, દાળ, સોયાબીન, સંતરા સહિત અન્ય ફુડ્સને ડાયટમાં સામેલ કરવા જોઈએ.

વાતાવરણમાં ફેરફારથી વધી શકે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો hum dekhenge news

કેળા

કેળા અનેક પોષક તત્વોથી ભરપુર છે. તેમાં પોટેશિયમ અને ટ્રિપ્ટોફેન રહેલું છે. જે મેન્ટલ હેલ્થને એનર્જી આપે છે અને તેને ઠીક કરવામાં મદદ કરે છે. કેળામાં રહેલું મેગ્નેશિયમ સારી ઉંઘ લાવે છે.

વાતાવરણમાં ફેરફારથી વધી શકે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો hum dekhenge news

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ આમ તો ઘણા લોકોને પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો તે તમારા આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. આ સીઝનલ ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવા એક બેસ્ટ ફુડ છે.

બીન્સ

સીઝનલ ડિપ્રેશનથી બચવા માટે બીન્સ જેવા પ્લાન્ટ બેઝ્ડ ફુડને ડાયટમાં સામેલ કરો. તેનાથી તમારી હેલ્થ સુધરશે. સાથે સાથે ફેટી એસિડને વધારવામાં મદદ પણ મળશે. તેનાથી શરીરનો સોજો ઘટાડવામાં મદદ મળશે.

વાતાવરણમાં ફેરફારથી વધી શકે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો hum dekhenge news

ઓમેગા-3 ફેટી એસિડ

શરીરને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ વાળા ફુડ્સનું સેવન કરવું જોઈએ. તેનાથી મેન્ટલ હેલ્થ સારી રહે છે. સીઝનલ ડિપ્રેશનથી ખુદને બચાવવા માટે અળસીના બીજ, અખરોટ વધુ લો.

આ પણ વાંચોઃ કેપ્સિકમને રોજિંદા ડાયટમાં સામેલ શા માટે કરવા જોઈએ?

Back to top button