ચૈત્રી અમાસને લઇને કન્ફ્યુઝન દુર કરોઃ આ છે પિતૃઓના શ્રાદ્ધકર્મનો સમય
- સુર્યગ્રહણના લીધે થયું તારીખનું કન્ફ્યુઝન
- ચૈત્રી અમાસ 20 એપ્રિલ, 2023, ગુરૂવારના રોજ મનાવાશે
- પિતૃઓના શ્રાદ્ધ કર્મ માટેનો શ્રેષ્ઠ અવસર
ચૈત્ર અમાસની તિથિને લઇને આ વખતે કોઇ કન્ફ્યુઝન ન હતુ, પરંતુ સુર્ય ગ્રહણના લીધે લોકો આ તિથિને લઇને કન્ફ્યુઝ થઇ રહ્યા છે. ચૈત્રી અમાસની તિથિ 19 એપ્રિલે એટલે કે આજે સવારે 11.30 વાગે લાગી રહી છે. ત્યારબાદ તે 20 એપ્રિલ 10.30 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર અમાસ 20 એપ્રિલ અને ગુરૂવારના રોજ મનાવાશે.
સુર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી કોઇ સુતક કાળ માન્ય નહીં હોય. મંદિરોના કપાટ અને પૂજા પાઠ, શ્રાદ્ધ કર્મ કરવા પર પણ કોઇ રોક નહીં હોય. સુર્યગ્રહણ 20 એપ્રિલ સવારે 7.04 વાગ્યાથી બપોરે 12.29 વાગ્યા સુધી હશે.
રાહુ કાલ અમાસની તિથિ સમાપ્ત થયા બાદ 1.35થી 3.30 સુધી રહેશે. અમાસના દિવસે પિતૃઓનુ શ્રાદ્ધ કર્મ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. જો તમે શ્રાદ્ધ કર્મ કરવા ઇચ્છતા હો તો સવારે 10.35 સુધી કરી લો. ત્યારબાદ અમાસની તિથિ પુરી થઇ જશે.
સર્વાર્થ સિદ્ધિ યોગ
સુર્ય ગ્રહણનો સુતક કાળ 12 કલાક અને ચંદ્ર ગ્રહણનો સુતક કાળ 9 કલાક પહેલા શરૂ થાય છે. જો કોઇ નવુ કાર્ય શરૂ કરવા ઇચ્છો છો તો કરી શકો છો. ચૈત્રી અમાસના દિવસે સવારે 5.51 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ રહે છે.
આ પણ વાંચોઃ શું પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી ? એક તસવીરે બધાના હોંશ ઉડાવી દીધા