રથયાત્રામાં સ્વચ્છતાનો સંદેશ : સ્ટૂડન્ટ ફોર સેવા ગ્રૂપ દ્વારા અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર સાફ-સફાઈ કરાઈ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146 મી રથયાત્રા યોજાઈ છે. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી છે. ત્યારે રથયાત્રાના રૂટમાં અનેક સ્થળે કચરો થતો જોવા મળે છે. ત્યારે ABVPના કાર્યકર્તાઓ દ્વારા સ્ટૂડન્ટ ફોર સેવા નામની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે રથયાત્રાના રૂટ પર સાફ-સફાઈ કરવામા આવી રહી છે.
ABVPના અઢીસોથી વધારે કાર્યકર્તાઓ સફાઈ અભિયાનમાં જોડાયા
ગુજરાતભરમાં ABVPના કાર્યકર્તાઓ સ્ટુડન્ટ ફોર સેવાની ગતિવિધિ હેઠળ રથયાત્રામાં સાફ-સફાઈ કરવામા આવી રહી છે. આ સાફ -સફાઈના કાર્યમાં અઢીસોથી વધારે કાર્યકર્તાઓ નીજ મંદિરથી સરસપુર સુધીના આખા રસ્તાની સાફ-સફાઈ કરી હતી.
લોકોમાં સ્વચ્છતાનો સંદેશ આપવા પ્રયાસ
રથયાત્રા દરમિયાન ABVPના વિદ્યાર્થીઓ દ્વારા સાફ સફાઈ હાથ ધરવામા આવી છે. ABVPના કાર્યકર્તાઓ સ્ટુડન્ટ ફોર સેવાની ગતિવિધિ હેઠળ મંદિરથી લઈને સરસપુર સુધી સફાઈ અભિયાન હાથ ધર્યું છે. વિદ્યાર્થીઓએ રથયાત્રાની પાછળ પાછળ સાફ સફાઈ કરીને સ્વચ્છતાનો આપ્યો સંદેશ આપ્યો છે. રથયાત્રા દરમિયાન ગંદકી ના થાય તે માટે મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ સાફ સાફાઈમાં જોડાયા છે.
અમદાવાદ સહિત આ શહેરોમાં પણ રથયાત્રા દરમિયાન સફાઈ અભિયાન
મહત્વનું છે કે ABVPના કાર્યકર્તાઓ દ્વારા આ વખતે અમદાવાદ સહિત નવસારી, સુરત, વડોદરા સહિતના કે જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે ત્યાં ત્યાં આ સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : રથયાત્રામાં કેમ ભક્તોને મગ અને જાબુંનો પ્રસાદ આપવામાં આવે છે? જાણો તેનું મહત્વ