ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

મોરબીમાં ૧૫મીથી શરુ થશે સ્વચ્છતા અભિયાન

  • “સ્વચ્છતા એજ સેવા”અભિયાન અંતર્ગત મોરબીમાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા અભિયાન ચલાવાશે
  • વિવિધ સ્વચ્છતા કાર્યક્રમો અને ઝૂંબેશ થકી મોરબી જિલ્લાને સ્વચ્છ બનાવવાના સઘન પ્રયાસો હાથ ધરાશે
  • સ્વૈચ્છિક સંસ્થાઓ,જન-પ્રતિનિધિઓ,પદાધિકારીઓ અને જનભાગીદારીથી મોરબી સાથે ગુજરાતને સ્વચ્છ બનાવીને ‘સ્વચ્છતા એજ સેવા’ સૂત્રને સાર્થક બનાવીએ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા. ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતની સાથે મોરબીને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના કલેકટરશ્રી જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારી થકી વધુ વ્યાપક બનાવવા ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ, જન-પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને નાગરિકોના શ્રમદાનથી ગુજરાતને રળિયામણું બનાવવા ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ સહિયાર પ્રયાસો કરવામાં આવશે.

જેમાં, આગામી બે માસ સુધી ચાલનારા ”સ્વચ્છતા એજ સેવા” અભિયાન અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાનને વેગ આપવા મોરબીમાં તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી-તળાવ, પાણીના સ્ત્રોતો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બિલ્ડીંગો, શાળા-કોલેજ અને આંગણવાડી તેમજ, શહેરના ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન, કોર્ટ સંકુલો, માર્કેટ, એ.પી.એમ.સી., ફિલ્ટરેશન પ્લાન્ટ, બાગ-બગીચાઓ, હોસ્પિટલો ખાનગી તથા સરકારી દવાખાના, પી.એચ.સી., સી.એચ.સી. તેમજ અર્બન હેલ્થ સેન્ટર વગેરે જગ્યાઓ પર સફાઈ કામ કરવામાં આવશે.

તેમજ, ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ, ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા, બિલ્ડીંગ કાટમાળને રિસાયકલ કરી રીયુઝ કરવાની વ્યવસ્થા,સરકારી કચેરીઓના રેકર્ડ-વર્ગીકરણ અને ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજીની પણ કામગીરી હાથ ધરવામાં આવશે, તેમજ ભીના કચરામાંથી ખાતર બનાવવા માટેના કમ્પોસ્ટ મશીનો અને સામુદાયિક શૌચાલયના રીપેરીંગ અને સાફ-સફાઈની કામગીરી જેવી અન્ય સુવિધાની શરૂઆત કરવામાં આવશે

આ સ્વચ્છતા ઝુંબેશ નિમિત્તે દિવાળી ફટાકડાના કચરાનો નિકાલ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે સાથેજ એક્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિનોવેશન અને અપગ્રેડેશન કરવાની કામગીરી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન મેચ: અમદાવાદને નો-ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યું

Back to top button