જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા : બાલારામ મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયું સફાઈ અભિયાન
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ બાલારામ મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ બાલારામની આસપાસના ગામના યુવાનોએ મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
બનાસકાંઠા જિલ્લાનું મીની કાશ્મીર ગણાતા યાત્રાધામ બાલારામ ખાતે શ્રાવણ માસમાં ભાવિકોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે. મંદિરની પાસે જ બાલારામ નદી વહે છેમ આ નદીમાં લોકોના ઘસારા બાદ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અને નદીના કાંઠાવાળા ભાગમાં તેમજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં કચરો જાણે- અજાણે ઠલવાતો રહે છે. પરિણામે નદી પ્રદૂષિત થઈ ગઈ હતી, તેમજ કિનારાના ભાગ ઉપર કચરાના ઢગ ખડકાયા હતા.
જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા : બાલારામ મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી#banaskantha #banaskanthadistrict #palanpur #palanpurnews #gujaratnews #Gujarat #Wherecleanlinessprevails #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/Gnl3gHsjXx
— Hum Dekhenge News (@humdekhengenews) October 18, 2022
જેના કારણે આ વિસ્તારના સૌંદર્યને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે શ્રી બાલારામ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ સહિત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી, પ્રકાશભાઈ અગ્રવાલ, ડામરાજી રાજગોર સહિત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો તેમજ બાલારામ વિસ્તારની આજુબાજુ વસતા ગામના ગ્રામજનો અને યુવાનોએ આ નદીના કાંઠાને સ્વચ્છ કરવાનું બિડુ ઉઠાવ્યું હતું. અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
જેમાં ટ્રેક્ટરો ભરીને કચરા નો નિકાલ કરવામાં આવ્યો હતો. અને બાલારામ મહાદેવની આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ કરવામાં આવ્યો હતો. લોકો પણ ધાર્મિક સ્થળોની જ્યારે પણ મુલાકાત લે, ત્યારે કચરો જ્યાં ત્યાં ન ફેકતા ડસ્ટબિનનો ઉપયોગ કરે તેટલી સભાનતા દાખવી જરૂરી બની રહી છે.
આ પણ વાંચો : BCCI ના નવા પ્રમુખ રોજર બિન્ની છે કોણ ? 1983 વર્લ્ડકપમાં હતો મહત્વનો રોલ