કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

BAPS દ્વારા બોટાદ બસ સ્ટેશન પર યોજાયું સ્વચ્છતા અભિયાન

Text To Speech
  • સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દ્વારા બોટાદ નગરના બસ સ્ટેશન પર શ્રમસેવાથી સ્વચ્છતા અભિયાન
  • ૨૦૦થી વધુ બાળ-બાલિકા, યુવક-યુવતી અને વડીલ હરિભક્તો, કાર્યકરો અને સંતો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

બોટાદ, 17 ડિસેમ્બરઃ ભારત સરકારની પ્રેરણાથી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” પ્રકલ્પ હેઠળ સમાજમાં અનેકવિધ સંસ્થાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારના આ ઉત્તમ પ્રકલ્પ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવા સરકારે દેશની જનતાને કરેલી અપીલના ભાગરૂપે ગુરુહરિ મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, બોટાદના હરિભક્તોએ તારીખ ૧૭/૧૨/૨૦૨૩ના પ્રભાતે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી શ્રમદાન કર્યું હતું. બોટાદ શહેર સંત્સંગ પ્રવૃત્તિ અધ્યક્ષ પૂજ્ય વિનમ્રસેવા સ્વામી તથા પૂજ્ય પ્રિયકીર્તન સ્વામી અને વરિષ્ઠ કાર્યકરોના માર્ગદર્શન હેઠળ ૨૦૦થી વધુ સંખ્યામાં બાળ-બાલિકા, યુવક-યુવતી તથા વડીલ હરિભક્તોએ અને કાર્યકરોએ શ્રમ સેવામાં ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચોઃ નડિયાદમાં મકરસંક્રાત્તિ દરમિયાન ચાઈનીઝ માંઝાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ

બોટાદ નગરના વિવિધ સત્સંગ મંડળોના કાર્યકરો અને હરિભક્તોએ બોટાદના ધોરીમાર્ગ પર આવેલા બસ સ્ટેશન પર સ્વચ્છતા સેવા કરી રાષ્ટ્રને અંજલી અર્પણ કરી હતી. આ સ્વચ્છતા અભિયાનની સાથે સાથે નગરજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે નગરયાત્રાનું આયોજન પણ થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેના માટે વિવિધ ફ્લોટ પણ ઊભા કરાયા હતા.

બોટાદ બીએપીએસ-HDNews

આ સ્વચ્છતા અભિયાનની સાથે બસ સ્ટેન્ડ પર વિવિધ સ્વચ્છતા જાગૃતિ બેનરો પણ લગાવવામાં આવ્યા હતા જેથી અભિયાન બાદ પણ લોકોમાં તેની જાગૃતિ રહે. અને બોટાદના વિવિધ વીડિયો દર્શન સભા દ્વારા લોકોમાં સ્વચ્છતા જાગૃતિની અપીલ તથા આહવાન કરવામાં આવ્યું હતું. જેથી ભવિષ્યની પેઢીમાં પણ સ્વચ્છતાનું સિંચન થાય. નજીકના ભવિષ્યમાં વિવિધ વ્યાખ્યાનો દ્વારા પ્રજામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો પણ હાથ ઘરવામાં આવશે.

બ્યુરો રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ

બપોર સુધીના અગત્યના સમાચાર જૂવાનું ચૂકશો નહીં, HD News ટૉપ-10

Back to top button