સરોગસી કેસમાં નયનતારા-વિગ્નેશને ક્લીન ચિટ, તમિલનાડુ સરકારે કહ્યું- ‘સરોગસીનો કાયદાનો ભંગ નથી થયો’
સાઉથ સ્ટાર નયનથારા અને વિગ્નેશ શિવનના સરોગસી કેસમાં તમિલનાડુ સરકારની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. સરકારે કહ્યું છે કે બંનેએ કોઈ કાયદો તોડ્યો નથી નયનતારા અને વિગ્નેશએ ઓક્ટોબર મહિનામાં સરોગસી દ્વારા તેમના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું. તેમને બે પુત્રો છે – ઉઇર અને ઉલગામ.
સ્ટાર કપલે કાયદો તોડ્યો નથી
નયનતારા અને વિગ્નેશે તેમના લગ્નના પાંચમા મહિનામાં જોડિયા બાળકોની જાહેરાત એ બધા માટે આશ્ચર્યજનક હતું. સરકારે પણ આ માટે હસ્તક્ષેપ કરવો પડ્યો. કારણ કે ભારતમાં જાન્યુઆરીથી કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ છે, તેથી જ દરેકને આ શંકા હતી. એવું તો શું થયું કે લગ્ન પછી આટલા જલ્દી સ્ટાર કપલે બાળકનો નિર્ણય લેવો પડ્યો. આ વાત વધુ ગરમ થતી જોઈને રાજ્ય સરકારે આ બાબત પર તપાસ કરવી પડી હતી.
તમિલનાડુ સરકારે તપાસ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ત્રણ સભ્યોની પેનલની રચના કરી હતી. પેનલને નયનતારા-વિગ્નેશની સરોગસી તપાસમાં જાણવા મળ્યું કે સ્ટાર દંપતીએ કોઈ કાયદો તોડ્યો નથી. પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરોગસી માટે આ કપલે કોઈ ખોટા કામને સમર્થન આપ્યું નથી. જોકે રિપોર્ટમાં જે હોસ્પિટલમાં સરોગસી કરાવી હતી, તે હોસ્પિટલને દોષી ગણવામાં આવી હતી.
હોસ્પિટલે કાળજી ન લીધી
“તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે નયનતારા અને વિગ્નેશના ફેમિલી ડોક્ટરના કારણે આ બધું ખોટું થયું હતું. ડોક્ટરે 2020 માં ભલામણ પત્ર આપ્યો હતો, જેના આધારે આ સારવાર કરવામાં આવી હતી.” તેઓની ટીમે કહ્યું કે ફેમિલી ડોક્ટર સાથે વાત કરી શકાતી નથી કારણ કે હવે તે ભારતની બહાર અન્ય કોઈ દેશમાં સ્થાયી થઈ ગયો છે.
રિપોર્ટ અનુસાર, સરોગેટ માતાએ નવેમ્બર 2021માં કપલ સાથે કરાર કર્યો હતો. તે જ સમયે, માર્ચ 2022 માં માતા બનવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પછી ઓક્ટોબરમાં નયનતારા અને વિગ્નેશના જોડિયા બાળકોનો જન્મ થયો. ડિસેમ્બર 2021માં સરોગસી એક્ટ પસાર કરવામાં આવ્યો ત્યારે જાન્યુઆરીમાં ભારતમાં કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ટાઈમલાઈન મુજબ નયનતારા અને વિજ્ઞેશે આ કામ કાયદેસર હતું ત્યારે કર્યું હતું. પેનલે હોસ્પિટલને દોષી ગણાવતા કહ્યું કે તેઓએ રેકોર્ડને સંપૂર્ણ રીતે જાળવ્યો નથી,જેના કારણે ત્યાં બધી ગૂંચવણ ઉભી થઇ હતી. વિભાગે આ બાબત પર હોસ્પિટલને નોટિસ પણ પાઠવી છે.
નયનતારા અને વિગ્નેશ શિવાને આ વર્ષે જ જૂનમાં એક ખાનગી રીતે કરી લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નમાં પણ ઘણા મોટા સ્ટાર્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રજનીકાંત, શાહરૂખ ખાન, વિજય સેતુપતિ, એ.આર.રહેમાન, સુર્યા, અનિરુદ્ધ જેવા મોટા સ્ટાર્સ લગ્નમાં કપલને આશીર્વાદ આપતા જોવા મળ્યા હતા. નયનતારા ટૂંક સમયમાં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ જવાનમાં જોવા મળશે.
આ પણ વાંચો: દિવાળીથી શરુ થઇ રહ્યો છે ફિલ્મોનો તહેવાર, આ ફિલ્મો થઇ રહી છે રિલીઝ