સુપ્રીમ કોર્ટની નોટબંધી કેસમાં ક્લીન ચીટ, વિપક્ષના આરોપો નિરાધાર : મનોહરલાલ ખટ્ટર
પાલનપુર: રાજસ્થાનની મુલાકાતે આવેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આબુરોડમાં બ્રહ્માકુમારી સંસ્થામાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી નોટબંધી કેસમાં ક્લીન ચીટ મળી છે.તેમ જણાવીને વિપક્ષ દ્વારા કરાયેલા આરોપોને નિરાધાર ગણાવ્યા હતા.
રાજસ્થાનમાં બ્રહ્માકુમારી સંસ્થામાં કાર્યક્રમ દરમિયાન બોલ્યા હરિયાણાના સીએમ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજસ્થાનના આબુરોડમાં આવેલ બ્રહ્માકુમારી સંસ્થામાં યોજાયેલા ‘આધ્યાત્મિકતા થી સામાજિક પરિવર્તન’ વિષય પર યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી હતી.જેની સામે વિપક્ષે કરેલા હુમલાને નિરાધાર ગણાવી અને ઉમેર્યું હતું કે, સરકાર જ્યારે સારું કામ કરે છે
ત્યારે વિપક્ષ હંમેશા બોખલાઈ જાય છે. મુખ્યમંત્રી ખટ્ટરે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે સમાંતર ચાલી રહેલા અર્થતંત્રને બંધ કરવા માટે આ પગલું ભર્યુ હતું. જે મહદ અંશે સફળ રહ્યું છે. નોટબંધીથી કેટલીક બાબતો સારી થઈ, રાહત પણ મળી છે. પરંતુ કેટલીક સંસ્થાઓ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી કે, આમાં કંઇ ખોટું થયું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે નોટબંધીમાં કોઈ ખામી ન હોવાનું જણાવીને મહોર લગાવી હતી. જેનાથી મોદી સરકારને રાહત મળી છે.
જ્યારે હરિયાણાના રમત ગમત મંત્રી પર જુનિયર મહિલા કોચ દ્વારા લગાવાયેલા આરોપોના મામલે કહ્યું હતું કે, આરોપ લગાવવાથી કોઈ દોષિત નથી બનતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યાં સુધી તેમને વિભાગ છોડવાની વાત છે, તો આ મામલે તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા રહેશે અને આગળની કાર્યવાહી પોલીસ રિપોર્ટ મળ્યા બાદ કરાશે.
જ્યારે બ્રહ્માકુમારી સંસ્થા અંગે બોલતા મુખ્યમંત્રી મનોહરલાલે જણાવ્યું હતું કે, માનવી સમજદાર થતા જ તેની સાથે સારી અને નરસી બંને બાબત જોડાઈ જાય છે. પરંતુ તે બુદ્ધિશાળી વ્યક્તિ છે. જેમને સમાજમાં પોતાની ભૂમિકા નિભાવી છે કે, કેવી રીતે શ્રેષ્ઠ બની શકાય. તેમણે ઉમેર્યું કે, ગીતાના પ્રચાર -પ્રસાર માટે સંસ્થા સારૂ કામ કરી રહી છે. સમગ્ર વિશ્વ એક પરિવાર સમાન છે. સારું કામ કરતા કેટલાય વિધ્નો આવે છે. પરંતુ સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ.
આ પણ બંચો :શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક DNA રિપોર્ટ આવ્યો, હવે થશે પોસ્ટમોર્ટમ