એજ્યુકેશનગુજરાત

GTU ખાતે અધિક મદદનિશ ઈજનેરની (સિવીલ) સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગોનું આયોજન કરાશે

Text To Speech

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતુ કે,અધિક મદદનિશ ઈજનેરની (સિવીલ) સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગોનું આયોજન કરાશે.સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામ મેળવે તે અર્થે જીટીયુ દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓને બોહળા પ્રમાણમાં લાભ મળશે.

2થી20 મે દરમિયાન ટ્રેનિંગ વર્ગોનું આયોજન
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારશ્રીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે તે હેતુસર, જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) દ્વારા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અધિક મદદનિશ ઈજનેરની (સિવીલ) સ્પર્ધાત્મક પરીક્ષા માટે ડિપ્લોમા સિવીલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે જીટીયુ દ્વારા તારીખ 2 થી 20 મે દરમિયાન ટ્રેનિંગ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પરીક્ષા માટે દરેક લાયક ઉમેદવાર વિદ્યાર્થીઓને આ તકનો સવિશેષ લાભ લેવા માટે જણાવ્યું છે.

25 એપ્રિલથી રજીસ્ટ્રેશનની પ્રકિયા હાથ ધરાશે
3 સપ્તાહના આ ટ્રેનિંગ વર્ગોમાં જોડવવા માટે 25 એપ્રિલથી રજીસ્ટ્રેશઝનની પ્રકિયા હાથ ધરવામાં આવશે. GTU ITAPની https://www.gtuplacement.edu.in/ વેબસાઈટ પર સરક્યુલર સેક્શનમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ટ્રેનિંગ દરમિયાન અભ્યાસક્રમ આધારીત વિવિધ વિષયના તજજ્ઞો સહિત જીપીએસસીના ભૂતપૂર્વ સદસ્ય ડૉ. શ્રૃતિબેન કિકાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત પરીક્ષા સંબધીત તમામ પ્રકારની સૂચના અને કેવી રીતે સમયમર્યાદામાં પેપર પૂર્ણ કરવા જેવી બાબતોથી અવગત કરાવવામાં આવશે. આગામી સમયમાં સરકારના અન્ય વિભાગોમાં એન્જિનિયર્સની ભરતી કરવામાં આવવાની હોવાથી , જીટીયુ દ્વારા વિવિધ ટ્રેનિંગનું પણ આયોજન સમયાંતરે કરવામાં આવશે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે ટ્રેનિંગના સફળ આયોજન બદલ સીસીસીએના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી અને પ્રો. મૃદુલ શેઠને શુભકામના પાઠવી છે.

Back to top button