રાજ્યની લેન્ડ રેકર્ડઝ કચેરીના વર્ગ-3ના કર્મચારીઓ સતત ત્રીજા દિવસે હડતાલ ઉપર


રાજ્યના લેન્ડ રેકર્ડઝની તેમજ સિટી સર્વે કચેરીના અસંખ્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છે આજે ચોથા દિવસે પણ પડતર પ્રશ્ર્નોનું કોઇ નિરાકરણ ન આવતાં સિટી સર્વે ભવન તેમજ લેન્ડ રેકર્ડઝની કચેરીઓના જુદા-જુદા વિભાગો સૂમસામ લાગતાં હતા, જમીન માપણી તેમજ માપણી શીટ ઉપરાંત પ્રોપર્ટી કાર્ડની નકલ સહિતના અનેક મહત્વના કામ ઉપર અસર થઇ હતી.
આ પણ વાંચો : અમિત શાહની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અને ખેતીક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
અનેક સરકારી કામગીરીઓ બંધ થઈ
અત્રે એ ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળના આદેશને ધ્યાનમાં રાખી અગાઉ તા. 23-9-2022ના રોજ ‘પેનડાઉન સ્ટ્રાઇક’નું એલાન આપી પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે, રી-સર્વે, સ્વામિત્વ તેમજ ગામઠાણ સિટી સર્વેની કામગીરી બંધ કરવામાં આવી હતી. હાલ રાજ્યના લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓ તા. 3 ઓકટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છે ત્યારે રી-સર્વે, જમીન માપણી, માપણી શીટના દાખલા સહિતની કામગીરી બંધ થઇ ગઇ છે.
આ પણ વાંચો : બંધારણ વિરોધી ગણાવીને RSSના મુખ્યમથકને ઘેરવાનો પ્રયાસ, અનેકની અટકાયત; કલમ 144 લાગુ
કઈ કઈ માંગણીઓ પેન્ડિંગ છે ?
વિવિધ માંગણીઓમાં સર્વેયર સંવર્ગના પગાર ધોરણમાં સુધારો કરવાથી માંડી વર્ગ-2ની બઢતીવાળી ખાલી જગ્યાઓ ભરવાની લાંબા સમયથી પડતર માંગણીઓ છે. રાજ્યના લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના કર્મચારી મંડળ દ્વારા જે વિવિધ માંગણીઓ છે તે શિરસ્તેદાર, હેડકલાર્ક, આસિ. ડી.ઇ.લે.રે. સંવર્ગ એકત્ર કરવા અંગેના હુકમો કરી વર્ગ-2ની બઢતીવાળી ખાલી જગ્યાઓ ભરવા બાબત, મહેસુલ વિભાગના નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગ તથા મહેસુલ વિભાગના જમીન દફતર ખાતાના સિનિયર સંવર્ગ વર્ગ-3ના ભરતી નિયમોની લાયકાત તથા કામગીરી એક સમાન હોઇ તથા સિટી સર્વે મિલકતોની હક્ક ચોક્સી કરવા અંગેની વર્ગ-1 તથા વર્ગ-2ની સત્તાઓ સિનિયર સર્વેયરને સોંપવામાં આવેલ હોઇ લેન્ડ રેકર્ડઝ ખાતાના સિનિયર સંવર્ગનો પગાર ધોરણ-5200-2400-20,200ના બદલે 9300-4400-34,800 મુજબ પગાર ધોરણમાં સુધારો કરવા બાબત. સર્વેયર સંવર્ગના પગાર ધોરણમાં સુધારો કરી સરકારના અન્ય વિભાગ જેવા કે, ખાણ-ખનીજ વિભાગ તથા ટાઉન પ્લાનિંગ વિભાગની જેમ 5200-2400-20,200ના બદલે ટેકનિકલ જગ્યા ગણી 5200-2800-20,200 મુજબ સુધારો કરવા સહિતની માંગણીઓનું આજ સુધી નિરાકરણ ન આવ્યાનું કર્મચારી મંડળ વર્ગ-3માંથી જાણવા મળ્યું છે.