ધોરણ -12 સાયન્સ 2023નું પરિણામ જાહેર, અરવલ્લી જિલ્લામાં ગયા વર્ષ કરતા આટલું ઓછું પરિણામ
આજે GSEB 12નું વિજ્ઞાન પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે આવ્યુ છે. જ્યારે અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા માર્ચ 2023નું પરિણામ 56.81%આવ્યું છે. મહત્વનું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે અરવલ્લી જિલ્લાનુ પરિણામ ઓછુ આવ્યું છે. ગયા વર્ષે અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 61.57 ટકા પરિણામ જાહેર થયું હતું.
અરવલ્લી જિલ્લાનું પરિણામ 56.81% આવ્યું
ધોરણ -12 સાયન્સ 2023નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં અરવલ્લી જિલ્લાનું પરિણામ 56.81% આવ્યું છે. જેમાં મોડાસા કેન્દ્રનું પરિણામ 58.65% છે. જ્યારે ભિલોડા કેન્દ્ર નું પરિણામ 46.62% જાહેર થયું છે.
નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1736 હતી
ધોરણ -12 સાયન્સની પરીક્ષામાં નોંધાયેલ અરવલ્લી જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1736 હતી જેમાંથી પરીક્ષામાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર અરવલ્લી જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 983 (પાસ થયેલ વિદ્યાર્થી),પરીક્ષામાં પ્રમાણપત્ર ના મેળવવાને પાત્ર અરવલ્લી જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 753 (નાપાસ થયેલ વિદ્યાર્થી) છે.
આ પણ વાંચો : ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, આ જિલ્લાનું પરિણામ સૌથી વધુ