ધોરણ-12 સાયન્સ પરિણામ 2023 : અમદાવાદમાં શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ સારુ પરિણામ, વિરમગામ કેન્દ્ર ટોચ પર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામા આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરનું પરિણામ 65.62%, જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 69.92% જાહેર કરાયું છે. આમ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ સારુ પરિણામ જોવા મળ્યું છે.
આ કેન્દ્રમાં વધુ સારુ પરિણામ
અમદાવાદ શહેરમાં આ વર્ષે ધોરણ-12 સાયન્સનું ગ્રામ્ય વિસ્તારનું સારુ પરિણામ જોવા મળ્યું છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિરમગામ કેન્દ્ર 85.94 % સાથે ટોચ પર, શહેરી વિસ્તારમાં નારણપુરા કેન્દ્ર 77.86 % સાથે મોખરે છે.અમદાવાદના શહેરી વિસ્તારોના 5,438 અને ગ્રામ્ય વિસ્તારના 3,952 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા યોગ્ય જાહેર કરાયા છે.
અમદાવાદ શહેરનું પરિણામ 65.62%
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યનું સરેરાશ પરિણામ 65.58% રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરની વાત કરવામા આવે તો અમદાવાદ શહેરનું પરિણામ 65.62% રહ્યું છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 69.92% રહ્યું છે.
અમદાવાદના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કેન્દ્ર પ્રમાણે પરિણામ
અસારવા 59.01
આશ્રમરોડ 65.03
અમરાઈવાડી 66.01
એલિસબ્રિજ 75.74
કોટ વિસ્તાર 63.41
નરોડા 63.70
વાસણા પાલડી 66.75
મણિનગર 64.32
નારણપુરા 77.86
બાપુનગર 54.81
ધંધુકા 79.35
ધોળકા 74.17
વિરમગામ 85.94
ઘાટલોડિયા 73.41
નવા નરોડા 73.80
વસ્ત્રાલ 59.02
રાણીપ 66.62
મેમનગર 72.47
જોધપુર 71.11
ધો.12 સાયન્સ માટે અમદાવાદમાં આટલા વિદ્યાર્થીઓ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધો.12 સાયન્સ માટે અમદાવાદ શહેરના 8,315 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 5,656 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી શહેરના 8,287 અને ગ્રામ્યના 5,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જ્યારે સફળતાનું પ્રમાણપત્ર મેળવવા માટે યોગ્ય જાહેર થયેલા વિદ્યાર્થીઓમાં શહેરી વિસ્તારોના 5,438 અને ગ્રામ્ય વિસ્તારના 3,952 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ધોરણ -12 સાયન્સ 2023નું પરિણામ જાહેર, અરવલ્લી જિલ્લામાં ગયા વર્ષ કરતા આટલું ઓછું પરિણામ