- વાલીઓની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય
- પરીક્ષામા 90 ટકા કોર્ષ બહારના પ્રશ્નો પૂછાયા હતા
- સસંસ્કૃતનું પેપર 20 માર્ચ યોજાયું હતું
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સંસ્કૃતનું પેપર ફરી થી લેવામાં આવશે. આગામી 29 માર્ચે ફરી લેવાશે પેપર, સસંસ્કૃત નું પેપર 20 માર્ચ યોજાયું હતું, જો કે પેપરમાં 90 ટકા કોર્સ બહારના પ્રશ્નો આવતા વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ વિધાર્થી સહિત વાલીઓ પણ ફરિયાદ કરી હતી અને વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : વિદેશ જવાની ઘેલછા પડી ભારે, ડોલરની લાલચમાં ગાંધીનગરના દંપતીએ ગુમાવ્યા 33 લાખ
ત્યારબાદ બોર્ડ પેપરની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન કોર્સ બહારનું પેપરમાં આવતા બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 29 માર્ચે ફરી પરીક્ષા લેવાની કરી જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષા બપોરે 3 વાગ્યા થી 6 વાગ્યા સુધીમાં લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સંસ્કૃત માં 580 જેટલા ઉમેદવાર પરીક્ષા આપી હતી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ.