નેશનલ

શાળામાં પ્રાર્થના દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મોત, પિતાએ દિકરાની યાદોને સાચવવા મોટું પગલું ભર્યું

Text To Speech

નાની વયમાં હાર્ટ એટેકના બનાવોંમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે હવે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે,  હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે. મધ્યપ્રદેશમાં શાળામાં પ્રાર્થના દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોતથી ચકચાક મચી જવા પામી હતી. ત્યારે બીજી તરફ પોતાના પુત્રને ગુમાવનાર પરિવારે દીકરાની યાદોને બચાવવા માટે પુત્રની આંખો દાન કર્યું છે.

શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત

મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના છતરપુરની મહર્ષિ વિદ્યા મંદિર સ્કૂલમાં સોમવારે સવારે પ્રાર્થના દરમિયાન 17 વર્ષનો વિદ્યાર્થી સાર્થક ટીકરીયા અચાનક ઢળી પડ્યો હતો.સ્કૂલના સ્ટાફે તેને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિદ્યાર્થીએ ત્યાં જ દમ તોડ્યો હતો. આ અંગે વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામા આવી હતી જેથી આ સમાચાર સાંભળી પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને વિદ્યાર્થીને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પરંતુ આ પહેલા જ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતુ.

વિદ્યાર્થી હાર્ટ એટેક-humdekhengenews

દીકરાની યાદોને બચાવવા માટે પરિવારે અનોખુ પગલુ ભર્યું

પોતાના 17 વર્ષના પુત્રને ગુમાવનાર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ સાથે જ દીકરાની યાદોને બચાવવા માટે મોટું પગલું ભર્યું હતું અને તેમના પુત્રની નજરથી બીજુ કોઈ દુનિયાને જોઈ શકે તે માટે તેઓએપુત્રની આંખો દાન કરવાનું નક્કી કર્યું. અને તેમણે આ અંગે સદગુરૂ આઇ હોસ્પિટલ ચિત્રકૂટની ટીમને જાણ કરતા મેડિકલ ટીમ છતરપુર પહોંચી સર્જરી કરી બંને આંખોનું દાન મેળવ્યું હતું. આમ આ પરિવારે પુત્રની આંખોનું દાન કરી અન્ય વ્યક્તિને દ્રષ્ટિ આપવામાં એક અનોખી સમાજ સેવાની પહેલ કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ કાર્ય કર્યું હતું.

આ પણ વાંચો : ભાવનગર પોલીસે એક મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો, મુદ્દામાલ સાથે ચાર માણસોની ધરપકડ

Back to top button