ગુજરાતટોપ ન્યૂઝ

ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીને ફરીથી સ્કૂલમાં પ્રવેશ મળશે!

Text To Speech
  • શાળાના વર્ગદીઠ 10 ટકા વિદ્યાર્થીની મર્યાદા
  • શિક્ષણ બોર્ડે આ નિર્ણયમાં રાતોરાત ફેરફાર કરી દીધો
  • બોર્ડ દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી : બોર્ડના સિચવ

ધોરણ.10ની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને સ્કૂલમાં ફરીથી પ્રવેશ આપવા પર શિક્ષણ બોર્ડ દ્વારા રોક લગાવનો રાતોરાત નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડે તેના વિનિયમમા સુધારો કરતાં રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો સાથે ભારે અન્યાય કરાયો હોવાની ફરિયાદ ઉઠી હતી.

આ પણ વાંચો: અમદાવાદના સ્મશાનગૃહમાં લાકડાકાંડ કૌભાંડ

અનેક રજૂઆતો છતાં નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો

આ અંગે અનેક રજૂઆતો છતાં નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં શિક્ષણ મંત્રી અને ઉચ્ચ અધિકારીને સંચાલકો દ્વારા રજૂઆત કરાતાં આ નિર્ણયમાં ફેરફાર કરવા અંગે સહમતી દર્શાવવામાં આવી હતી. જેથી હવે નવા વર્ષથી ધોરણ.10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને સ્કૂલમા રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ આપવા અંગે નિર્ણય લેવાઈ શકે તેવી શક્યતાઓ છે. બોર્ડના સિચવને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, બોર્ડ દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો:  ગુજરાત સરકારની આ 7 લિસ્ટેડ કંપનીઓ બોનસ અને ડિવિડન્ડ આપશે 

શાળાના વર્ગદીઠ 10 ટકા વિદ્યાર્થીની મર્યાદા

ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની જોગવાઈઓ અન્વયે ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળાના વર્ગદીઠ 10 ટકા વિદ્યાર્થીની મર્યાદામાં પુનઃ પ્રવેશ આપીને નિયમિત વિદ્યાર્થી તરીકે શિક્ષણ કાર્ય કરાવીને બોર્ડની પરીક્ષામાં બેસાડવા દેવામાં આવતા હતા. પરંતુ શિક્ષણ બોર્ડે આ નિર્ણયમાં રાતોરાત ફેરફાર કરી દીધો હતો. જેના કારણે વર્ષ-2022ની બોર્ડ પરીક્ષામાં ઘણી સ્કૂલો દોડતી થઈ હતી અને નિયમિત ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓના રિપીટર તરીકે ફોર્મ ભરવા પડયાં હતા.

Back to top button