ટ્રેન્ડિંગમનોરંજન

એનિમલ સાથેના ક્લેશની અસર સેમ બહાદુર પર ન પડીઃ જાણો આંકડા

  • દર્શકો ફિલ્મ અને વિકી કૌશલની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. આ સાથે વિકીની ફિલ્મની શરૂઆત શાનદાર રહી છે

વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સેમ બહાદુર વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ હતી . આ ફિલ્મ આજે એટલે કે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રસપ્રદ વાત એ છે કે વિકી કૌશલની ફિલ્મની ટક્કર રણબીર કપૂરની ‘એનિમલ’ સાથે છે. ‘એનિમલ’ વિશે ઘણી ચર્ચા થઈ હતી પરંતુ તેની ‘સેમ બહાદુર‘ પર જરાય અસર થઈ નથી અને તેણે શાનદાર શરૂઆત કરી છે. એટલું જ નહીં, આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની ત્રીજી સૌથી વધુ ઓપનર પણ બની ગઈ છે.

સેમ બહાદુરે કેટલા કરોડનું ઓપનિંગ કર્યું?

‘સેમ બહાદુર’ દેશના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિક છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ વોર ડ્રામા ફિલ્મમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે. દર્શકો ફિલ્મ અને વિકી કૌશલની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. આ સાથે વિકીની ફિલ્મની શરૂઆત શાનદાર રહી છે. ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘સેમ બહાદુર’એ તેની રિલીઝના પહેલા દિવસે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો કે આ પ્રારંભિક આંકડા છે, સત્તાવાર આંકડા આવ્યા બાદ તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.

વિક્કીની કરિયરની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ

સેમ બહાદુરને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. વિકી કૌશલની આ ફિલ્મને 6 કરોડ રૂપિયાનું ઓપનિંગ મળી છે જે શાનદાર છે. આ સાથે આ ફિલ્મ વિકી કૌશલના કરિયરમાં ત્રીજી સૌથી મોટી ઓપનર બની ગઈ છે. આ પહેલા અભિનેતાની ફિલ્મ ‘ઉરી’ અને ‘રાઝી’એ પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હતું. ઉરીનું પ્રથમ દિવસનું કલેક્શન 8.20 કરોડ રૂપિયા હતું, જ્યારે રાજીની ઓપનિંગ ડેની કમાણી 7.53 કરોડ રૂપિયા હતી. સેમ બહાદુર ઓપનિંગ રૂ. 6 કરોડ છે.

વિક્કીમેં હૈ દમ…

ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ‘ સાથે ક્લેશ હોવા છતાં, વિકી કૌશલ સ્ટારર આ ફિલ્મ ભારતમાં લગભગ 1300 થિએટર્સમાં એટલે કે 1800થી 2000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. હાલમાં તમામની નજર બોક્સ ઓફિસ પર ટકેલી છે. જોવાનું એ રહે છે કે વીકેન્ડ પર ‘એનિમલ’ સામે ‘સેમ બહાદુર’ કેટલું કલેક્શન કરી શકે છે.

આ પણ વાંચોઃ વાતાવરણમાં ફેરફારથી વધે છે સીઝનલ ડિપ્રેશનનો ખતરોઃ બચવાના ઉપાયો

Back to top button