સુરેન્દ્રનગરઃ સાયલાના સુદામડા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ


સૂરેન્દ્રનગરમાં જૂથઅથડામણની ઘટના ઘટી. પરંતુ ઘટનામાં જે લોકો હુમલો કરવા માટે ગયા હતા. તેઓ જેમની સાથે દુશ્મની હતી તેની જગ્યાએ સામેની બાજું અન્ય જ એક પરિવાર પર હુમલો કરી બેઠા. અને મુદ્દો વણસતા બે સમાજ આમને-સામને આવી ગયા. અને આ અથામણમાં સામ-સામે ફાયરિંગની ઘટના પણ ઘટી.
દુશ્મની બીજા પર. અને અંટાઈ ગયા ત્રીજા લોકો. આવી જ ઘટના સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં સામે આવી છે. જ્યાં અંગત અદાવતમાં બે જૂથ સામ-સામે આવી જતાં હવામાં ફાયરિંગ થયું. પશુઓનો ચારો ભરેલું ઘર સળગાવી દેવાયું. અને વાહનોમાં તોડફોડ કરાઈ. આ દ્રશ્યો સુદામડા ગામના જ છે. જેમાં એક ટોળું હાથમાં લાકડીઓ અને હથિયારો લઈને એક ખેડૂતના ઘર તરફ જતું જોવા મળી રહ્યું છે. જોકે જોત-જોતામાં આ ટોળાએ ખેડૂત પરિવારના લોકો પર હુમલો જ કરી દીધો. જેમાં 11 લોકો ઘાયલ થયા.
ઘટના એવી હતી કે, સુદામડા ગામે ગભરુભાઈ મોગલ અને દેવાયતભાઈ ખવડને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તાને લઈને રકઝક થઈ હતી. અને સામાન્ય ઝઘડાએ જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથ વચ્ચે સામસામે ફાયરીંગ કરતા મામલો તંગદિલી ભર્યો બન્યો હતો.ઘટનાની જાણ થતા તાત્કાલીક સાયલા પોલીસ તમજ જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ વાળી જગ્યાએ પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરી છે અને હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે. પરંતુ આ ઘટનામાં બિચારો નિર્દોષ ખેડૂત પરિવાર ભોગ બની ગયો.
હાલ તો આ ઘટના બાદ સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પરંતુ મુદ્દો અને નિર્દોષ લોકો પર થયેલા હુમલાનો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, પોલીસ નિર્દોષ લોકો પર હુમલો કરનાર અને તેમની સંપત્તિને નુકસાન પહોંચાડનાર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.