ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મેક્સિકોમાં ગુનેગારો અને ગ્રામ્યજનો વચ્ચેની અથડામણમાં 11ના મૃત્યુ, જુઓ વિડીયો

  • ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ગુનેગારોએ ભેગા મળીને કર્યો હુમલો
  • ગ્રામજનો અને ગુનેગારો વચ્ચેના ભારે ગોળીબારમાં 8 ગુનેગારો અને 3 ગ્રામજનોના મૃત્યુ

મેક્સિકો, 9 ડિસેમ્બર : મેક્સિકોના એક ગામમાં કેટલાક ગુનેગારોએ ભેગા મળીને હુમલો કર્યો હતો. જેમાં ગુનેગારો દ્વારા ગ્રામીણ ખેડૂતોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ગ્રામજનોએ ગુનેગારોનો પીછો કર્યો હતો. બંને તરફથી ભારે ગોળીબાર થતાં કુલ 11 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં 8 ગુનેગારો અને 3 ગ્રામજનોનો સમાવેશ થાય છે.

મેક્સિકોમાં ગુનેગારોએ ગ્રામીણ વિસ્તારમાં હુમલો કર્યો હતો જ્યાં ગ્રામ્યજાનો સાથે ઉગ્ર અથડામણ થયું હતું. મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ મેક્સિકોમાં એક નાના ખેડૂત સમુદાયના લોકો પર આ હુમલો કરવામાં આવ્યો હતો. ગુનાહિત ગેંગના બંદૂકધારીઓએ શુક્રવારે અચાનક ગામવાસીઓ પર હુમલો કર્યો. ગ્રામજનો અને ગુનેગારો વચ્ચેના આ અથડામણમાં 11 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસમાં કરી રહી છે અને હુમલાખોરો વિશે માહિતી એકત્રિત કરી રહી છે. જુઓ નીચે વિડીયો.. 

મેક્સિકોના દક્ષિણ-પશ્ચિમમાં ટેક્સકલ્ટિટલન ગામમાં થયો હુમલો

 

સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વીડિયોમાં જોઈ શકાય છે કે ગામના લોકો રાઈફલ સાથે ગેંગના સભ્યોનો પીછો કરતા જોવા મળે છે અને આ દરમિયાન ગોળીબારના અવાજો સંભળાય છે. ગુનેગારો પણ ગ્રામજનો પર ફાયરિંગ કરી રહ્યા છે. જેને કારણે ગ્રામજનો મોટી સંખ્યામાં એક થઈ ગયા હતા. આવી સ્થિતિમાં ગુનેગારોએ ભાગવું પડ્યું હતું. મેક્સિકન પોલીસે જણાવ્યું કે, આ અથડામણ રાજધાની મેક્સિકો સિટીથી લગભગ 130 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં ટેક્સકાલ્ટિટ્લાન ગામમાં થઈ હતી.

અથડામણમાં 8 ગુનેગારોએ જીવ ગુમાવ્યા

મેક્સિકન પોલીસે જણાવ્યું હતું કે, 11 મૃતકોમાંથી આઠ ગુનાહિત ગેંગના સભ્યો હતા, જ્યારે ત્રણ ગામના રહેવાસી હતા. પોલીસે ગેંગની ઓળખ કરી નથી, પરંતુ ફેમિલિયા મિચોઆકાના નામની હિંસક ગેંગ એક દાયકા કરતાં વધુ સમયથી આ પ્રદેશમાં ડ્રગની હેરફેર કરવામાં સામેલ છે.

આ પણ જુઓ :અમેરિકામાં બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રમુખ બાઇડનની યોજના

Back to top button