એક યોજના પર ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ વચ્ચે ટક્કર, જાણો શું છે મામલો
- હરિયાણાના સીએમના ટ્વીટ પર દિલ્હીના સીએમની ટિપ્પણી
- ત્યારબાદ મધ્યપ્રદેશના સીએમ તેમાં પ્રવેશ્યા.
- ત્રણ રાજ્યોના વડાઓ વચ્ચે તુ-તુ મેં-મેં શરૂ થઈ.
મધ્યપ્રદેશ: વૃદ્ધો માટેની તીર્થ દર્શન યોજનાને લઈને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ એકબીજા સાથે ટકરાયા છે. સોશિયલ મીડિયા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે બોલાચાલી ચાલી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જુઠ્ઠુ બોલવાનો આરોપ પણ લગાવ્યો છે.
આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે એક વીડિયો ટ્વીટ દ્વારા કહ્યું કે હરિયાણા સરકાર 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે તીર્થ દર્શન યોજના શરૂ કરી રહી છે.તેમણે એક્સ પર લખ્યું કે અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, મથુરા, અમૃતસર, પટના વગેરે તીર્થ સ્થાનોની યાત્રા માટે સરકાર મફતમાં રેલ્વેની મુસાફરી કરાવશે. તેના માટે અમે 60 વર્ષથી ઉપરની ઉંમરના વૃધ્ધો માટે મુખ્યમંત્રી તીર્થ યોજના બનાવી છે. તમારે ચોક્કસપણે આ યોજનાનો લાભ લેવો જોઈએ.
કેજરીવાલે ખટ્ટરને જવાબ આપ્યો
આ પછી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરની તીર્થ દર્શન યોજના પર ટોણો મારવા માટે સોશિયલ મીડિયા પર સક્રિય થયા. તેમણે દાવો કર્યો કે પહેલીવાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે આ યોજના શરૂ કરી હતી. અરવિંદ કેજરીવાલે એક્સ પર મનોહર લાલ ખટ્ટરને જવાબ આપતા લખ્યું કે, મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હમણા સુધી માત્ર દિલ્હીમાં જ ચાલી રહી હતી. દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકારે યોજના ચલાવી હતી. આ યોજના હેઠળ અમે દિલ્હીના 75,000 થી વધુ વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી ચૂક્યા છીએ.
કેજરીવાલે આગળ લખ્યું કે, અમે ખુશ છીએ કે ભાજપ અમારી સરકાર પાસેથી શીખીને કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. ખટ્ટર સાહેબ જો તેના અમલીકરણમાં કોઈ સમસ્યા હોય તો પૂછો અમને હરિયાણાના લોકોની મદદ કરવામાં ખૂબ આનંદ થશે. આ મામલે છેલ્લી એન્ટ્રી થઈ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની. તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટીના જન્મ પહેલા જ મધ્યપ્રદેશમાં વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવાની યોજના ચલાવવામાં આવી રહી છે. સીએમ ચૌહાણે અરવિંદ કેજરીવાલને જૂઠાણાના મહેલમાંથી બહાર નીકળવાની સલાહ પણ આપી દીધી હતી.
अरविंद जी, झूठ के अपने शीश महल से बाहर निकलिए और आँखें खोलकर देखिए!
जब ‘आप’ का अस्तित्व भी नहीं था, तबसे मध्यप्रदेश में भारतीय जनता पार्टी की सरकार बुजुर्गों को तीर्थ दर्शन करवा रही है।
भाजपा की हमारी सरकार ने 2012 में ‘मुख्यमंत्री तीर्थ दर्शन योजना’ प्रारंभ की थी और अब तो हम… https://t.co/dNl1YRLPZR
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 5, 2023
કેજરીવાલે જૂઠાણાના મહેલમાંથી બહાર આવવું જોઈએ
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ટેગ કર્યા અને લખ્યું કે, અરવિંદ જી તમારા જુઠ્ઠાણાના મહેલમાંથી બહાર આવો અને ખુલ્લી આંખે જુઓ. જ્યારે ‘આપ’નું અસ્તિત્વ પણ ન હતું ત્યારથી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વૃદ્ધોને તીર્થયાત્રાના દર્શન કરાવી રહી છે. અમારી ભાજપ સરકારે 2012માં મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના શરૂ કરી હતી અને હવે અમે વિમાન દ્વારા પણ તીર્થયાત્રાઓ કરાવી રહ્યા છીએ.
મધ્યપ્રદેશમાં આમ આદમી પાર્ટી પણ જોરશોરથી વિધાનસભા ચૂંટણી લડી રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ રાજ્યની 66 સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની યોજનાને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ટોણા પર મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનો જવાબ મધ્ય પ્રદેશના ચૂંટણી ફિવર સાથે જોડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો, રાજસ્થાનના હીરાલાલ સામરિયા બન્યા કેન્દ્રીય માહિતી આયોગના વડા