ટ્રેન્ડિંગમનોરંજન

2025માં બોલિવૂડની આ ફિલ્મો વચ્ચે ક્લેશ, થશે સુપરસ્ટાર્સની ટક્કર

  • આમ તો દર વર્ષે બોલિવૂડની ફિલ્મો એકબીજા સાથે ટકરાતી હોય છે. વર્ષ 2025માં બોલિવૂડની કેટલીક ફિલ્મો અને સુપરસ્ટાર્સ વચ્ચે પણ આવો જ ક્લેશ થશે

HD ન્યુઝ ડેસ્કઃ દર વર્ષે બોલિવૂડમાં અઢળક ફિલ્મો બનતી હોય છે, તેમાં કેટલીક સુપરસ્ટાર્સની બિગ બજેટ ફિલ્મ હોય છે. આવતા વર્ષે એટલે કે 2025માં એવી આઠ ફિલ્મો રીલીઝ થઈ રહી છે જે અરસપરસ ટકરાશે. આ ફિલ્મો નાની-મોટી નહીં, પરંતુ સુપરસ્ટાર્સની બિગ બજેટ ફિલ્મ છે. જાણો વર્ષ 2025માં કયા સ્ટાર્સ વચ્ચે જબરજસ્ત ટક્કર થઈ રહી છે.

2025માં બોલિવૂડની આ ફિલ્મો વચ્ચે ક્લેશ, થશે સુપરસ્ટાર્સની ટક્કર hum dekhenge news

ફતેહ અને ઈક્કીસ

વર્ષ 2025ની શરૂઆત ફતેહ અને ઈક્કીસના ક્લેશથી થશે. આ બંને ફિલ્મો 10 જાન્યુઆરીના દિવસે રીલીઝ થવાની છે. ફતેહ સોનૂ સુદની ફિલ્મ છે. આ ફિલ્મમાં સોનૂ સુદની સાથે જેક્લિન ફર્નાન્ડિસ છે. ઈક્કીસ અગસ્ત્ય નંદાની ફિલ્મ છે. અગસ્ત્ય નંદા, અમિતાભ બચ્ચનનો પૌત્ર છે. અગસ્ત્યની આ ફિલ્મ સેકન્ડ લેફ્ટન્ટ અરુણ ખેત્રપાલની બાયોપિક છે.  2025માં બોલિવૂડની આ ફિલ્મો વચ્ચે ક્લેશ, થશે સુપરસ્ટાર્સની ટક્કર hum dekhenge news

સ્કાય ફોર્સ અને લાહોર 1947

અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ અને સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ વચ્ચે જબરજસ્ત ટક્કર થશે. ‘સ્કાય ફોર્સ’ 24 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. જ્યારે ‘લાહોર 1947’ 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. ‘સ્કાય ફોર્સ’ના કલાકારોની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સની દેઓલનો પુત્ર કરણ દેઓલ ‘લાહોર 1947’માં તેની સાથે જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય આ ફિલ્મમાં પ્રીતિ ઝિંટા અને અલી ફઝલ જોવા મળશે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં આમિર ખાનનો કેમિયો છે.

2025માં બોલિવૂડની આ ફિલ્મો વચ્ચે ક્લેશ, થશે સુપરસ્ટાર્સની ટક્કર hum dekhenge news

દેવા અને વેમ્પાયર્સ ઑફ વિજય નગર

ફેબ્રુઆરીમાં આમ તો ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, પરંતુ ટક્કર માત્ર બે ફિલ્મો વચ્ચે થવાની છે. આ બે ફિલ્મો છે ‘દેવા’ અને ‘વેમ્પાયર્સ ઓફ વિજય નગર’. આ બંને ફિલ્મો 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.
‘દેવા’માં શાહિદ કપૂર સાથે કુબ્રા સૈત અને પાવેલ ગુલાટી જોવા મળશે. આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્ના ‘વેમ્પાયર્સ ઓફ વિજય નગર’માં જોવા મળશે.

2025માં બોલિવૂડની આ ફિલ્મો વચ્ચે ક્લેશ, થશે સુપરસ્ટાર્સની ટક્કર hum dekhenge news

રિતિક રોશન અને કાર્તિક આર્યનની ટક્કર

કાર્તિક આર્યન અને સંદીપ મોદીની ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2025ના રોજ રિલીઝ થશે. રિતિક રોશનની ‘વોર 2’ 14 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ટક્કર ટાળવા ફિલ્મોની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ‘ખોસલા કા ઘોસલા’થી જાણીતા અભિનેતા પ્રવીણ દબાસની કારને નડ્યો અકસ્માત, ICUમાં દાખલ

Back to top button