ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરમાં રેન્જીના જંગલોમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 2 જવાન થયા ઘાયલ

Text To Speech
  • લોકસભા ચૂંટણી અને રાજૌરી હત્યાકાંડ બાદ સુરક્ષા દળો એલર્ટ મોડ પર રહેલા છે 

HD ન્યૂઝ ડેસ્ક, 24 એપ્રિલ: જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી અને રાજૌરી હત્યાકાંડ બાદ સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે. સૈનિકો આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ સતર્કતા સાથે દિવસ-રાત કામ કરી રહ્યા છે અને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ ક્રમમાં, આજે બુધવારે બાંદીપોરા જિલ્લાના રેન્જીના જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું હતું. આ અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, જવાનોને ખભામાં ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.  આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓની હાજરી અંગેના ઈનપુટ બાદ સેના બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં રેન્જીના જંગલોમાં સર્ચ કરી રહી હતી.

આતંકવાદીઓએ જવાનો પર કર્યો હતો ગોળીબાર

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી,  તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, બંને સુરક્ષિત છે. આ’દરમિયાન, વધુ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને છુપાયેલા આતંકવાદીઓની શોધ તેજ કરવામાં આવી છે.

એક સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ અને સોમવારે રાજૌરીમાં આતંકવાદીઓએ સરકારી કર્મચારી મોહમ્મદ રઝાકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, ત્યારબાદ સેનાએ આતંકીની શોધખોળ તેજ કરી દીધી હતી. પોલીસે કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબુ હમઝા સામેલ હતો. આ પછી પોલીસે આતંકવાદી પર ઈનામ રાખ્યું હતું. પોલીસે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.

આ પણ જુઓ: રાજૌરી હત્યાકાંડમાં લશ્કર-એ-તૈયબાના આતંકી અબુ હમઝાનો હાથ, 10 લાખનું ઈનામ

Back to top button