ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર

Text To Speech

જમ્મુ કાશ્મીર, 11 એપ્રિલ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હોવાના અહેવાલ છે. આતંકવાદીનો મૃતદેહ જોવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તે મળી આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે, સુરક્ષાદળોએ આ વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ફ્રાસીપોરા મુરાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

 

 

સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું 

મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળો દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના આર્શીપોરા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને બીજાને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો.

 

સુરક્ષાદળોની આતંકીઓ પર ચાંપતી નજર 

ઉલ્લેખનીય છે કે, સુરક્ષાદળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલના સાત લોકોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

આ તમામ લોકો સરહદ પારથી જિલ્લામાં ડ્રોન દ્વારા છોડવામાં આવેલા હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો, રોકડ અને માદક દ્રવ્યો મેળવવા અને તેની દાણચોરીમાં સામેલ હતા. પોલીસે પાકિસ્તાનમાં બેઠેલા આ મોડ્યુલના નેતા અને લશ્કર-એ-તૈયબાના મોહમ્મદ કાસિમ માટે 10 લાખ રૂપિયાના ઈનામ સાથેનું પોસ્ટર બહાર પાડ્યું છે.

આ પણ જુઓ: તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલનું વજન વધ્યું, કેવી છે હાલ તબિયત?

Back to top button