ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 સૈનિકો ઘાયલ; 1 આતંકી ઠાર

Text To Speech
  • કુપવાડાના માછિલ સેક્ટરમાં LoC નજીકના જંગલ વિસ્તારમાં અથડામણ થઈ

કુપવાડા, 27 જુલાઇ: જમ્મુ કાશ્મીરના કુપાવડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ, આ અથડામણમાં પાંચ જવાનો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત નાજુક છે. જ્યારે જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીકના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.

 

બે જવાનોની હાલત ગંભીર

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ભારતીય સેના દ્વારા કુપવાડા સેક્ટરના કુમકડી વિસ્તારમાં BAT ઓપરેશનને નિષ્ફળ બનાવ્યું હતું. પાકિસ્તાની SSG સહિત 3-4 આતંકીઓએ BAT ઓપરેશન માટે LoCથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે 5 જવાનો ઘાયલ થયા છે, જેમાંથી 2 જવાનોની હાલત ગંભીર છે.

તાજેતરમાં આતંકવાદી ઘટનાઓમાં વધી ગઈ છે

મહત્ત્વપૂર્ણ છે કે, જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. વધુમાં, ઓક્ટોબર 2021માં પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી ઉભી થઈ છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021થી જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ઘટનાઓમાં 50થી વધુ સુરક્ષા કર્મચારીઓ (મોટાભાગે આર્મીના) સહિત 70 થી વધુ લોકો માર્યા ગયા છે.

આ પણ જૂઓ: રશિયા બાદ હવે PM મોદી યુક્રેન જશે, શું ભારત યુદ્ધ ખતમ કરવા માટે મધ્યસ્થી બનશે?

Back to top button