ટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ

Text To Speech

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હલ્લાન મંજગામના જંગલમાં ગઈકાલે સાંજે સુરક્ષા દળો અને આતંકીઓએ વચ્ચે અથડામણ થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળના 3 જવાનો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ 3 એ જવાનના મોડી રાત્રે મોત થયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં સુરક્ષા દળો અને આતંકીઓએ વચ્ચે ફાયરિંગ થયું હતું, જેમાં સેનાના 3 જવાનો ઘાયલ થયા હતા. ત્યાર બાદ સારવાર અર્થે ખસેડ્યા બાદ હોસ્પિટલમાં ત્રણેય જવાનોના મોત થયા હતા.

આ પહેલાં પણ આતંકીઓના 3 સહયોગીઓની ધરપકડ થઈ હતી:

અગાઉ, કાશ્મીરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ સાથે જોડાયેલા આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ લોકોની ઓળખ બારામુલ્લાના ઈમરાન અહેમદ નઝર, શ્રીનગરના વસીમ અહેમદ મટ્ટા અને બિજબેહરાના વકીલ અહેમદ ભટ તરીકે થઈ છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે ત્રણેયને ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યા હતા. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, 10 રાઉન્ડ પિસ્તોલ, 25 રાઉન્ડ એકે-47 રાઈફલ અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતીય માછીમારો જો હવે પાકિસ્તાનના હાથે ચડશે તો જાણો કેટલા વર્ષની જેલ થશે

Back to top button