ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી ઠાર મરાયા

Text To Speech

કાશ્મીર, 11 સપ્ટેમ્બર: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં આજે બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદી ગ્રુપના 4 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા હતા. સુરક્ષા દળોએ તેને ઘેરી લીધા હતા. ત્યારે હવે આ અથડામણમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યાની માહિતી મળી છે.

 

આતંકવાદીઓ કર્યો ઘેરાવ

આ અથડામણમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. થોડા સમય પહેલા સંરક્ષણ પ્રવક્તાએ આ મામલાની માહિતી આપતા કહ્યું હતું કે, વિશેષ ગુપ્ત માહિતીના આધારે કઠુઆમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ બોર્ડર પર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ગુપ્ત માહિતી મળી

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, ચૂંટણીના કારણે આતંકવાદી ગતિવિધિઓમાં અચાનક વધારો થઈ રહ્યો છે. અહીં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે, બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરે યોજાશે. આ કારણે ગુપ્તચર એજન્સીઓને પ્રદેશના ઘણા ભાગોમાં આતંકવાદી મૂવમેન્ટની માહિતી મળી હતી, જેમાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી અને કૈલાશ કુંડ યાત્રા પર હુમલાની શક્યતા છે. વધુમાં મળતી માહિતી મુજબ, આતંકવાદીઓ સુરક્ષાદળો અને પોલીસની જગ્યાઓ પર પણ હુમલો કરી શકે છે.

મહત્ત્વપૂર્ણ છે કે, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના વર્ષ 2000માં પાકિસ્તાનમાં થઈ હતી. મૌલાના મસૂદ અઝહરે ભારતમાં આતંક ફેલાવવાના ઉદ્દેશ્યથી આ સંગઠન બનાવ્યું હતું. આ સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દેશમાં 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત અનેક ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.

આ પણ જૂઓ: શિમલામાં ગેરકાયદે મસ્જિદ મુદ્દે સ્થિતિ તંગઃ નરાજગી વ્યક્ત કરવા હજારો એકત્ર થયા

Back to top button