ગાઝિયાબાદ જિલ્લા અદાલતમાં જજ અને વકીલો વચ્ચે બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ; જૂઓ વીડિયો
- પોલીસે વકીલો પર લાઠીચાર્જ કરતા અનેક વકીલો ઘાયલ થયા છે
ગાઝિયાબાદ, 29 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે મંગળવારે વકીલો અને ન્યાયાધીશો વચ્ચે વિવાદ થયો હતો. જેના કારણે પોલીસે વકીલો પર લાઠીચાર્જ કર્યો અને અનેક વકીલો ઘાયલ થયા. મળતી માહિતી મુજબ, બાર એસોસિએશનના એક અધિકારી સાથે સંબંધિત કેસમાં કેટલાક વકીલોએ જિલ્લા ન્યાયાધીશનો સંપર્ક કર્યો હતો. સુનાવણી દરમિયાન વકીલોએ જિલ્લા ન્યાયાધીશ સાથે ગેરવર્તણૂક કરી હતી. જે બાદ જિલ્લા ન્યાયાધીશોએ પોલીસને કોર્ટ પરિસરમાં બોલાવી હતી.
જૂઓ મારપીટનો વીડિયો
गाज़ियाबाद: जिला जज और वकीलों में जमकर हुई तू- तू मैं-मैं के बाद वकीलों ने जज के कमरे को घेरा। वकीलों पर पुलिस ने किया लाठी चार्ज। भारी पुलिसबल मौके पर मौजूद।@ghaziabadpolice pic.twitter.com/z9kdDuvdBW
— Aviral Singh (@aviralsingh15) October 29, 2024
પોલિસકર્મી બબાલ દરમિયાન ખુરશી ઉઠાવી!
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કોર્ટ રૂમમાં જ વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે અનેક વકીલો ઘાયલ થયા છે. આ ઘટના બાદ વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, જિલ્લા ન્યાયાધીશોએ કોર્ટ રૂમમાં કામનો બહિષ્કાર કર્યો છે. કોર્ટ રૂમમાં જ વકીલોની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, આ ઘટના બાદ બાર એસોસિએશને વકીલોની બેઠક બોલાવી છે. આ બેઠક બાદ જ વકીલો આગળની રણનીતિ અંગે વિચારણા કરશે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, કોર્ટમાં જ 20થી 35 પોલીસકર્મીઓ વકીલોને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. જો કે આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ કોર્ટ રૂમમાં હાજર વકીલોને ખુરશીઓ ઉઠાવીને મારતા પણ જોવા મળે છે. ગાઝિયાબાદ જિલ્લા કોર્ટ રૂમમાં વકીલોની મારપીટનો મામલો હવે પોલીસ, જજ vs વકીલો વચ્ચે બની ગયો છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલીવાર નથી જ્યારે વકીલોએ જજો સાથે ગેરવર્તન કર્યું હોય. આ પહેલા પણ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવા અનેક મામલા બહાર આવી ચૂક્યા છે.
આ પણ જૂઓ: રંગોળી બનાવતી બે છોકરીઓને કારે કચડી નાખી! ચીસો પાડતો વીડિયો થયો વાયરલ, જૂઓ