ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણા ચૂંટણી: પોલિંગ બૂથ પર BRS અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ

Text To Speech

હૈદરાબાદ, 30 નવેમ્બર: તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને BRS કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. જાનગાંવમાં મતદાન કેન્દ્ર પર મતદાન દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અથડામણની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને બૂથ પર લડી રહેલા કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તેલંગાણામાં 11 વાગ્યા સુધી 20.64% મતદાન

તેલંગાણામાં સવારે 11 વાગ્યા સુધી 20.64% મતદાન થયું હતું. 119 સભ્યોની તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન ચાલુ છે. કેન્દ્રીય મંત્રી અને રાજ્ય ભાજપ અધ્યક્ષ જી કિશન રેડ્ડી, BRSના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવ, તેમની બહેન અને એમએલસી કે. કવિતા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એ નેતાઓમાં હતા જેમણે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયા પછી વહેલી તકે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચિરંજીવી, વેંકટેશ અને અલ્લુ અર્જુન સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ પણ સવારે મતદાન કરવા પોલિંગ બૂથ પહોંચ્યા હતા.

8 લાખ લોકો પ્રથમ વખત મતદાન કરશે

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3.17 કરોડથી વધુ મતદારો છે. જેમાંથી 8 લાખ લોકો પ્રથમ વખત મતદાન કરશે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે 109 પક્ષોના કુલ 2290 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 35 હજાર 655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 511 કેન્દ્રો સંવેદનશીલ છે. આ તમામ છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા છે અને નક્સલ પ્રભાવિત છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 100થી વધુ કંપનીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

આ પણ વાંચો: તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો પર મતદાન થયું શરૂ, PMએ મતદાન કરવા કરી અપીલ

Back to top button