ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન ઘર્ષણ, BJP ઉમેદવાર અને TMC કાર્યકર્તા વચ્ચે થઈ ઝપાઝપી

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 07 મે 2024: લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થઈ રહ્યું છે. આ પૈકી પશ્ચિમ બંગાળની માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર અને મુર્શિદાબાદ લોકસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન, જાંગીપુરના એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને ટીએમસી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અહીં ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખ એટલે કે ટીએમસી વચ્ચે ઘર્ષણ થયું. બીજેપી ઉમેદવારે તૃણમૂલ બૂથ પ્રમુખ પર તેમને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

TMC બૂથ પ્રમુખ પર મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ

ભાજપના ઉમેદવારે તૃણમૂલ બૂથ પ્રમુખ ગૌતમ ઘોષ પર મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, હું એક ઉમેદવાર તરીકે અહીં આવ્યો છું જોયું કે, તૃણમૂલ બ્લૉક પ્રમુખ બૂથની 100 મીટરની વચ્ચે આવીને ધમકી આપી રહ્યા છે. ભાજપના ઉમેદવારને પણ ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો ઉમેદવાર સાથે આવું દૂર્વ્યવહાર થઈ શકે છે તો સામાન્ય લોકો સાથે શું -શું કરતા હશે. અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું. આ મામલો મીરગ્રામ પ્રાથમિક શાળાના બૂથ નંબર 44નો છે.

93 બેઠકો માટે 1331 ઉમેદવારો

ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં જે 93 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે તેમાંથી 4 આસામમાં, 5 બિહારમાં, 7 છત્તીસગઢમાં, 9 મધ્યપ્રદેશમાં, 11 મહારાષ્ટ્રમાં, દાદર-નગર હવેલીની એક-એક સીટ છે. અને દમણ-દીવ, ગોવામાં 2, કર્ણાટકમાં 14, પશ્ચિમ બંગાળમાં 4, ગુજરાતમાં 25 અને ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો છે. 93 બેઠકો પર 1331 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કામાં ભાજપના 82 અને કોંગ્રેસના 68 ઉમેદવારો મેદાનમાં છે. બસપાના 79 અને સપાના 9 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે શરદ પવારની એનસીપીના 4 અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 4 ઉમેદવારો મેદાનમાં છે. આ સિવાય એનડીએ કેમ્પમાંથી અજિત પવારની પાર્ટીના 3 અને એકનાથ શિંદેની શિવસેનાના 2 ઉમેદવારોની ખરી કસોટી થવાની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા, જાણો કયા પડી મતદારોને મુશ્કેલી

Back to top button