ખંભાળિયા નજીક ટોલનાકા પર બબાલ, 15થી વધુ લોકોએ હુમલો કરતા મહિલા કર્મી સહિત 3 ઘાયલ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક ટોલનાકા પર બબાલ થઈ હતી. જેમાં વાહન સવાર 15થી વધુ લોકોએ મહિલા કર્મી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
દ્વારકાના ખંભાળિયા નજીક ટોલનાકા પર બબાલ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક ટોલનાકા પર આજે બબાલ થઈ હતી. જેમાં વાહનમાં સવાર 15થી વધુ લોકોએ એક મહિલા કર્મી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જાણકારી મુજબ ટોલ બૂથ પર ટોલ ભરવાની બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો વધારે ઉગ્ર બની ગયો હતો.
મહિલા કર્મચારી સહિત ત્રણ લોકોને ઇજા
ખંભાળિયા પાસે આવેલ ટોલનાકા નાકા પર 15થી વધુ વ્યક્તિઓએ મારામારી કરતા ટોલનાકાના ત્રણ કર્મીઓ ઘાયલ થયા છે. આ બબાલ થતા આસપાસ હાજર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટોલનાકા પર થયેલ મારામારીની આ ઘટનામા્ં મહિલા કર્મચારી સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
આ ટોલનાકા પર થયેલી બબાલની સમગ્ર ઘટના મકેમેરામાં કેદ થઈ છે. જેમાં આ કર્મીઓ પર લાકડી વડે હુમલો કરાયો હોવાનું દેખાઈ રહ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ થતાં પેલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : 18 થી 35 વર્ષના બેરોજગાર યુવાનો માટે છત્તીસગઢ સરકારની બજેટમાં મોટી જાહેરાત