ટોપ ન્યૂઝનેશનલ

જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાના પાસેથી શિવલિંગ મળ્યું હોવાનો દાવો, કોર્ટના આદેશ બાદ જગ્યા સીલ કરાઈ

Text To Speech

ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં છેલ્લાં ત્રણ દિવસથી ચાલતી સરવેની કાર્યવાહી સોમવારે પુરી થઈ ગઈ. અંતિમ દિવસે સરવે ખતમ થયા બાદ જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાના પાસે શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈનના પ્રાર્થનાપત્ર પર સિવિલ જજની કોર્ટે તે સ્થાનને તાત્કાલિક સીલ કરવાના આદેશ આપ્યા છે, જ્યાંથી શિવલિંગ મળ્યું છે.

કોર્ટે DM, પોલીસ કમિશનર અને CRPF કમાન્ડન્ટને આદેશના અનુપાલન માટે વ્યક્તિગત જવાબદારી આપતા સીલ કરીને સુરક્ષા કરવાનું કહ્યું છે. ત્યારે સોમવારે સાંજે પોલીસે સંબંધિત સ્થાનને સીલ કરીને ત્યાં એકપણ વ્યક્તિને જવા પર રોક લગાવી દીધી છે.

સરવે બાદ કઈ વાત સામે આવી?
જ્ઞાનવાપીમાં કરવામાં આવેલા સરવેના અંતિમ દિવસે ટીમે વજૂખાના માટે બનાવેલા કુત્રિમ તળાવને ખાલી કર્યું. પાણી હટતાં જ તે સ્થાને શિવલિંગ મળી આવ્યું. આ શિવલિંગ અતિકિંમતી પન્ના પથ્થરનું છે. રંગ લીલો છે. જેનો વ્યાસ 12.8 ફુટ અને લંબાઈ 3 ફુટ જેટલી છે. દાવો એવો પણ છે કે આ શિવલિંગ નંદીના મોઢાથી ઉત્તરે 84.3 ફુટના અંતરે સ્થિત છે. આ શિવલિંગ ઘણું જ આકર્ષક દેખાય રહ્યું છે. આ શિવલિંગ શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત નંદીની સામે આવેલી જ્ઞાનવાપીનો ભાગ છે. નંદી મહારાજની સામે જે ભોંયરું છે, તેમાં જ અંદર મસ્જિદની વચ્ચોવચ આજે પણ શિવલિંગ દબાયેલું છે. જેનું થાળું પણ ઘણું જ મોટું છે.

સર્વેમાં સામેલ એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘આ તે જ શિવલિંગ છે, જેને અકબરના નાણા મંત્રી ટોડરમલે 1585માં સ્થાપિત કરાવ્યું હતું. ત્યારે તેમની સાથે બનારસના પંડિત નારાયણ ભટ્ટ પણ હતા. શિવલિંગની ઉપરનો ભાગ ઔરંગઝેબના વિનાશકાળમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. શિવલિંગને જોતાં જ હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન તુરંત સિવિલ જજની અદાલતમાં પહોંચ્યા હતા.

કોર્ટે DM, પોલીસ કમિશનર અને CRPF કમાન્ડન્ટને આદેશના અનુપાલન માટે વ્યક્તિગત જવાબદારી આપતા સીલ કરીને સુરક્ષા કરવાનું કહ્યું છે

વજૂખાનાને સીલ કર્યા બાદ સુરક્ષાની જવાબદારી CRPFને સોંપાઈ
કોર્ટમાં તેમને લેખિત આવેદન કરી જણાવ્યું કે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં શિવલિંગ મળ્યું છે. આ ઘણો જ મહત્વનો પુરાવો છે. જૈનને કોર્ટે માગ કરી કે CRPF કમાન્ડન્ટ તે જગ્યાને સીલ કરે તેમજ વજૂ પર રોક લગાડવામાં આવે અને વધુમાં વધુ 20 લોકોને નમાઝ પઢવાના આદેશ આપવામાં આવે. સીનિયર ડિવિઝનના જજ રવિકુમાર દિવાકરે તાત્કાલિક DMને તે જગ્યાને સીલ કરવાના આદેશ આપ્યા. કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા તેમજ તેમના બે સાથીને મંગળવારે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરશે. વજૂખાના સીલ કર્યા બાદ સુરક્ષાની જવાબદારી CRPFને સોંપી દેવાઈ છે.

હિન્દુ પક્ષે સર્વે પછી કહ્યું હતું- મળી ગયા નંદીના બાબા
સોમવારે સર્વે ખતમ કરવામાં આવ્યા બાદ હિન્દુ પક્ષના અરજદાર ડૉ. સોહનલાલે મોટું નિવદેન આપ્યું હતું કે નંદીવાળા બાબા મળી ગયા. તેનાથી વધુ તેમને કંઈ જ કહ્યું ન હતું. તો એક અન્ય પક્ષકારે ભાસ્કરને કહ્યું, “જે પણ કંઈ આજે મળ્યું છે તે સત્યને સામે લાવી રહ્યું છે.” અનેક ઈતિહાસકારો અને સ્થાનિક લોકોનું પણ માનવું છે કે વિશ્વેશ્વર મહાદેવનું શિવલિંગ પન્ના રત્નથી બનેલું છે.

30 વર્ષ પહેલાં દેખાયું હતું શિવલિંગ
શ્રીકાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ. કુલપતિ તિવારીએ કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં જેને ભોંયરું કહેવામાં આવે છે તે હકિકતમાં મંદિર મંડપમ છે. જે લોકો પણ ભોંયરાની વાત કરે છે, તે તમામ મંડપમ છે. જેને ભોંયરાની જગ્યાએ મંડપમ કહીશું તો યોગ્ય રહેશે. ડૉ.તિવારીએ જણાવ્યું કે તેમના પરિવારના પંડિત નારાયણ ભટ્ટે પન્ના પથ્થરનું શિવલિંગ સ્થાપિત કર્યું હતું.

90ના દશકામાં વારાણસીના DM રહેલા સૌરભ ચંદ્ર શ્રીવાસ્તવે ત્યારે મંડપમનું તાળું બંધ કર્યું હતું તો તે સમયે પણ અંદર ફોટોગ્રાફી થઈ હતી, જેમાં તેઓ હાજર હતા. તે સમયે દેખાયું હતું કે અંદર નંદીની ઠીક સામે જ શિવલિંગ છે.

મહિલાઓ અરજી બાદ સરવેની કાર્યવાહી
સરવેના આદેશ મહિલાઓના એક ગ્રુપ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓની દૈનિક પૂજાની અનુમતિ માગતી અરજી બાદ દેવામાં આવ્યો હતો, જેમની મૂર્તિ મસ્જિદની બહાર દીવાલ પર સ્થિત છે. અરજીમાં શ્રૃંગરા ગૌરી અને અન્ય વિગ્રહોની સ્થિતિ સ્પષ્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

Back to top button