સર્વેમાં દાવો : શું રાહુલ ગાંધીની લોકપ્રિયતા ‘ભારત જોડો યાત્રા’થી વધી ?
હાલમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચી છે ત્યારે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. આ વચ્ચે રાહુલ ગાંધીની લોકો પર શું અસર થઈ રહી છે તેના માટે એક સર્વે થયો હતો જેમાં લોકોને પૂછવામાં આવ્યું કે ભારતમાં કેટલા લોકો રાહુલ ગાંધીના કામથી ‘સંતુષ્ટ’ છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે 15 જાન્યુઆરી 2023 સુધીમાં સમગ્ર ભારતમાં 50 ટકા લોકો રાહુલના કામથી સંતુષ્ટ છે. આ આંકડો ગત વર્ષ કરતા વધુ છે.
રસપ્રદ વાત એ છેકે આ આંકડો ઓક્ટોબર 2022માં 42.6 ટકા જેટલો હતો. જેના કરતાં આ વખતે ભારત જોડો યાત્રાએ ચોક્કસપણે લોકોના માનસ બદલવાનું કામ કર્યું છે. તેમજ લોકોની વચ્ચે રાહુલ ગાંધીની લોકપ્રિયતા પણ ધીમે ધીમે વધી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો : લોકસભાની તૈયારી માટે ગુજરાતથી શરૂ કરશે કોંગ્રેસ હવે ‘હાથ સે હાથ જોડો’ યાત્રા, આ તારીખથી પ્રારંભ
જો કે તે સમયે, તામિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ એક સર્વે કરવામાં આવ્યો હતો. કેરળના મોટાભાગના લોકો રાહુલ ગાંધીથી સંતુષ્ટ જણાતા હતા. સર્વે અનુસાર કેરળના લોકો રાહુલથી 69.1 ટકા સંતુષ્ટ છે. ગયા વર્ષે આ જ આંકડો 62.8 ટકા હતો. આ પછી તામિલનાડુનો આંકડો સૌથી વધુ છે. અહીં પણ 60 ટકાથી વધુ લોકો રાહુલના કામથી સંતુષ્ટ છે.
રાહુલ ગાંધીના કામથી કેટલા લોકો સંતુષ્ટ છે?
ભારત | 50 |
તમિલનાડુ | 62.02 |
કેરળ | 69.01 |
મધ્ય પ્રેદશ | 56.08 |
રાજસ્થાન | 41.04 |
હરિયાણા | 41.04 |
આ ઉપરાંત લોકોને પૂછવામાં આવ્યું કે, ભારતના વડાપ્રધાન બનવા માટે શ્રેષ્ઠ કોણ છે? જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કરનારા લોકોની સંખ્યા રાહુલ ગાંધીના સમર્થકો કરતા બમણી હતી. નરેન્દ્ર મોદીને 60.06 ટકા લોકોએ પસંદ કર્યું જ્યારે માત્ર 29.09 ટકા લોકોએ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા.
આ પણ વાંચો : કન્યાકુમારીથી કાશ્મીર પહોંચ્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધી જોવા મળ્યા અલગ જ લુકમાં
આ જ આંકડો નરેન્દ્ર મોદી માટે 58.08 ટકા અને રાહુલ ગાંધી માટે સપ્ટેમ્બર 2022 ના રોજ એટલે કે દેશમાં ભારત જોડો યાત્રા પછી 29 ટકા હતો. તે જ સમયે, છેલ્લી લોકસભા ચૂંટણીના વર્ષના પ્રથમ દિવસે આ આંકડામાં બહુ ફરક નહોતો. ત્યારબાદ મોદીને 50 ટકા અને રાહુલને 38 ટકા લોકોએ પસંદ કર્યા હતા.