લંડન કાર્યક્રમમાં CJI સમક્ષ ‘અસહિષ્ણુતા’ અંગેના સવાલથી ગરમાયો માહોલ, કોકરોચ જનતા પાર્ટીએ શેર કર્યો Video

CJI Suryakant: લંડનની એક યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. આ દરમિયાન હાજર લોકો વચ્ચે તીવ્ર ચર્ચા જોવા મળી હતી. કેટલાક લોકોએ તેમને ભારતમાં અસંમતિના કથિત દમન અંગે પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એન્કરે આવા પ્રશ્નોને વિષયથી બહારના ગણાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ લંડનની યુનિવર્સિટી ઓફ લંડનના બર્કબેક કોલેજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેશનલ લો પર એક લેક્ચર આપ્યું હતું. આ દરમિયાન તેમણે એક ઇન્ટરેક્ટિવ સત્રમાં પણ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછ્યા હતા અને ચર્ચા થઈ હતી.
આ સત્ર દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા અને ચર્ચા દરમિયાન પરિસ્થિતિ થોડી તંગ થતી જોવા મળે છે. વીડિયોમાં એક વિદ્યાર્થી “અમને થોડું માન આપો, કૃપા કરીને” એવું કહેતો પણ સંભળાય છે. આ વીડિયો આ ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાનનો હોવાનું કહેવાય છે અને તેને CJPના ચીફ સ્પોક્સપર્સન સૌરવ દાસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
London, United Kingdom: Chief Justice of India Surya Kant delivered the inaugural address at the 4th International Conference on “Arbitrating Indo-UK Commercial Disputes: ADR as a Catalyst for Strengthening India-UK Economic Partnership” at Church House Westminster, London. The… pic.twitter.com/qmTAH2CsTf
— IANS (@ians_india) June 5, 2026
આ વીડિયોમાં શું છે?
જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે ખૂબ જ તણાવપૂર્ણ વાતચીત દર્શાવે છે. અહીં એક કાર્યક્રમમાં હાજરી આપનાર એક વ્યક્તિએ CJI ને કહ્યું કે તેમના લોર્ડશીપે AI ના સંબંધમાં લોકશાહીના રક્ષણમાં ભારતના ટ્રેક રેકોર્ડ વિશે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા છે. હવે, આપણે ઘણા કાનૂની નિરીક્ષકો પાસેથી સાંભળી રહ્યા છીએ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે, કે ભારતમાં અસંમતિ પ્રત્યે વધતી જતી દુશ્મનાવટ અંગે ખૂબ ચિંતા છે.
વિડિયોમાં આ પ્રશ્ન-જવાબ દરમિયાન ચર્ચાનો માહોલ વધુ તીવ્ર બનતો દેખાય છે અને ઇન્ટરેક્ટિવ સેશન ગંભીર ચર્ચામાં ફેરવાઈ જાય છે.
તેમણે કહ્યું કે આ દુશ્મનાવટ અમુક અંશે હિઝ લોર્ડશિપના ભાષણમાં પ્રતિબિંબિત થાય છે, જેનો સારી રીતે પ્રચાર થયો છે. કાર્યક્રમનું સંચાલન કરતા એન્કરે જવાબ આપ્યો, “સંપૂર્ણ આદર સાથે, મને દુઃખ છે કે હું આ પ્રશ્નનો જવાબ આપી શકીશ નહીં. આ વિષય AI અને આંતરરાષ્ટ્રીય કાયદા સાથે સંબંધિત છે. મને ખૂબ જ દુઃખ છે. આપણે તેને સંપાદિત કરવું પડશે.” ઉલ્લેખનીય છે કે CJI કાંત પોતાના છ દિવસના યુકે પ્રવાસ પર છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે અદાલતોમાં AI ના ઉપયોગ માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા, 20 જૂન સુધી સૂચનો માંગ્યા











