‘યોગી તો પાવરફુલ છે જ…’ અલ્હાબાદ હાઈકોર્ટના કાર્યક્રમમાં CJI ગવઈએ કર્યા મુખ્યમંત્રીના વખાણ

ઉત્તર પ્રદેશ, 31 મે, 2025: CJI Gavai Praises CM Yogi: ભારતના ચીફ જસ્ટિસ (CJI) બી.આર ગવઈએ શનિવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, ભારતનું બંધારણ એવો દસ્તાવેજ છે, જેણે દેશના દરેક સંકટમાં આપણને એકજૂથ અને મજબૂત બનાવી રાખ્યા છે. હમણાં જ કાયદા અને ન્યાય મંત્રી મેઘવાલે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી દેશના સૌથી પાવરફુલ મુખ્યમંત્રી છે. હું કહેવા ઈચ્છીશ કે, યોગી તો પાવરફુલ છે જ પરંતુ અલ્હાબાદ (પ્રયાગરાજ)ની ભૂમિ પણ પાવરફુલ લોકોની છે.
CJI BR Gavai stamps CM Yogi’s image as a HARDWORKING CM.
— Shivam Pratap Singh (@journalistspsc) May 31, 2025
ભારતના બંધારણે દેશને એકજૂથ રાખ્યો
આ કાર્યક્રમમાં CJI ગવઈએ કહ્યું કે, ‘જ્યારે બંધારણ બની રહ્યું હતું અને તેનો છેલ્લો ડ્રાફ્ટ બંધારણ સભા સામે રજૂ કરવામાં આવ્યો, ત્યારે અમુક લોકોનું માનવું હતું કે, આ બંધારણ ખૂબ વધારે સંઘીય (ફેડરલ) છે અને અમુક લોકોનું કહેવું હતું કે, આ વધુ એકાત્મક છે. તે સમયે ડૉ. ભીમરાવ આંબેડકરે જવાબ આપ્યો કે, આ બંધારણ ન તો સંપૂર્ણ સંઘીય છે અને ન તો એકાત્મક. પરંતુ, એકવાત નિશ્ચિત છે કે, આપણે એવું બંધારણ આપ્યું છે, જે ભારતને શાંતિ અને યુદ્ધ બંને સમયે એકજૂટ અને મજબૂત બનાવી રાખે. આઝાદી બાદ ભારત બંધારણના માર્ગદર્શનમાં વિકાસના રસ્તે આગળ વધ્યું, જોકે આપણે અનેક પાડોશી દેશ સાથે સંઘર્ષનો પણ સામનો કરવો પડ્યો.’
VIDEO | Addressing a function after the inauguration of advocate chambers and multi-level parking at the Allahabad High Court in Prayagraj, CJI BR Gavai said, “When the Constitution was being made and its final draft was presented before the Constituent Assembly, at that time… pic.twitter.com/JoVTje4K0W
— Press Trust of India (@PTI_News) May 31, 2025
CJIએ બંધારણની 75 વર્ષની યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આ દરમિયાન ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રને સામાજિક અને આર્થિક સમાનતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આપણી આ મૌલિક જવાબદારી છે કે, દેશના દરેક અંતિમ નાગરિક સુધી ન્યાય પહોંચે અને તેના માટે તમામે એકસાથે પ્રયાસ કરવો પડશે.’
આ પણ વાંચોઃ ‘ભૂલ સમજી અને સુધારી…’ ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાનના સવાલ પર CDC જનરલનો જવાબ
આ પણ વાંચોઃ મુંબઈ એરપોર્ટ પર અદનાન સામી ગુસ્સે થયા, આ સેવાને ‘શરમજનક’ ગણાવી, મળ્યો આવો જવાબ












