ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

CJI ચંદ્રચુડે પોતે તેમની ફિટનેસનું રહસ્ય ખોલ્યું, શું કહ્યું જાણો ?

Text To Speech
  • હું નિયમિત યોગ કરું છું અને શાકાહારી ભોજન ખાઉં છું: CJI
  • ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા દરેક ભારતીય માટે રોગમુક્ત હોવું જરૂરી: સર્બાનંદ સોનોવાલ

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) ડી.વાય.ચંદ્રચુડે ગુરુવારે સુપ્રીમ કોર્ટ પરિસરમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે તેમની ફિટનેસ વિશે જણાવતા કહ્યું કે, “હું સવારે સાડા ત્રણ વાગ્યે ઉઠી જાઉં છું અને યોગ કરું છું. હું છેલ્લા 5 મહિનાથી શાકાહારી ભોજન ખાઉં છું. સર્વગ્રાહી જીવનશૈલી માત્ર ન્યાયાધીશો માટે જ નહીં પરંતુ તમામ સ્ટાફ સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

 

બુધવારે કેન્દ્રીય આયુષ અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, “ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે દરેક ભારતીય માટે રોગમુક્ત હોવું જરૂરી છે.

આરોગ્ય દરેક લોકો માટે મહત્વપૂર્ણ છે : CJI

ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું કે “મેં લગભગ એક વર્ષ પહેલાં પંચકર્મ કર્યું હતું, અને હવે હું તેને ફરીથી કરવા માટે ઉત્સુક છું, હવે આ વર્ષે તે શક્ય બનશે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 2000 સ્ટાફ કામ કરી રહ્યો છે, તેમજ 34 જજો, જેમની પાસે ભારે વર્કલોડ છે. હું આશા રાખું છું કે સર્વગ્રાહી જીવનશૈલીની મદદથી તેઓ તેમના જીવનને સરળ અને બહેતર બનાવી શકશે.

હું ડોકટરોનો હૃદયપૂર્વક આભાર માનું છું: ચીફ જસ્ટિસ

ચીફ જસ્ટિસે કહ્યું કે, “પરંપરાગત આયુર્વેદના ફાયદા માટે હું તમામ ડૉક્ટરો અને આયુષનો હૃદયપૂર્વક આભાર માનું છું.” તેમણે કહ્યું કે, “સાકેતમાં તેમની પાસે મોટી સુવિધા છે અને હવે અમે તેને સુપ્રીમ કોર્ટમાં લાવી રહ્યા છીએ.” ડોકટરોનો આભાર માનતા તેમણે કહ્યું કે, “હું દરેકનો આભાર માનવા માંગુ છું. દરેક ડૉક્ટરે આ સુવિધા વૈજ્ઞાનિક રીતે તૈયાર કરી છે. અમે તેને સુપ્રીમ કોર્ટ અને તેના દ્વારા સમગ્ર દેશ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

આ પણ જુઓ: ખાલી પેટે ખાઈ લો આ પાંચ વસ્તુઓ, શરીરની થશે કાયાપલટ

Back to top button